ગામડાંનાં લોકોનો દેશી ઈલાજ

ગામડાંનાં લોકોનો દેશી ઈલાજ

ગામડાંનાં લોકોનો દેશી ઈલાજ

ગુજ્જુમિત્રો આજે હું તમને ગામડાંનાં લોકોનો દેશી ઈલાજ જણાવવા માંગું છું. નાનપણથી જ મેં જોયું છે કે અમારા ઘરમાં ડોકટરની સલાહ સાથેસાથે બા ના દેશી ઈલાજ પણ અજમાવવામાં આવતા હતા. ગામડાંનાં વૃદ્ધ લોકો એ આયુર્વેદ નો કોર્સ નથી કર્યો હોતો, ના તો તેઓ પૂરું ભણ્યા હોય છે. પણ તેમની કોઠાસૂઝથી તેઓ જે ઈલાજ બતાવે છે તે હંમેશાં અકસીર હોય છે. વળી તેની કોઈ આડઅસર પણ નથી હોતી. તમે સરળતાથી યાદ રાખી શકો એટલે ગામડાંનાં લોકોનો દેશી ઈલાજ દોહાના રૂપે શેર કરી રહી છું. આશા છે કે તમને મદદરૂપ નીવડશે.

આંખે પાણી દાંતે લૂણ, પેટ ના ભરો ચારે ખૂણ
મસ્તકે તેલ, કાને તેલ, રોગ તનના કાઢી મેલ

ઉનાળે કેરી ને આમળા ભલા, શિયાળે સુંઠ, તેલ ભલા,
ચોમાસે અજમો-લસણ ભલા, ત્રિફલા જાણી જો બારે માસ

અજમો

ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો, ચોમાસુ રોગીનું,
મિતાહારી આચાર સંહિતા જે પાળે દર્દ ના લે કોઈનું

બાજરીના રોટલા ને મૂળાના ખાય જો પાન,
હોઈ ભલે કો ઘરડા, મિતાહારે લે થા જવાન

રોટલા, કઠોળને ભાજી, ખાનારની તબીયત તાજી
મૂળો, મોગરી, ગાજર, બોર રાતે ખાય તે રહે ન રાજી

ફણગાવેલા કઠોળ જે ખાય, લાંબો, પોહળો, તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી ને દ્રાક્ષ ગાનારા સૌ ખાય

મધ, આદુ રસ મળવી, ચાટે પરમ ચતુર
શ્વાસ , શરદી અને વેદના ભાગે જરૂર

ખાંડ, મીઠું અને સોડા એ સફેદ ત્રણ ઝેર કહેવાય,
નિત ખાવા પીવામાં એ વિવેક બુદ્ધિથી જ લેવાય

કજીયાનું મૂળ હાંસી
અને રોગનું મૂળ ખાંસી

હિંગ, મરચું ને આમલી ને સોપારી ને તેલ
જો ખાવાનો શોખ હોઈ તો પાંચેય વસ્તુ મેલ

લીંબુ કહે હું ગોળ ગોળ , ભલે રસ મારો છે ખાટો,
મારું સેવન જો કરો તો પિત્ત ને મારું લાતો

ચણો કહે હું ખરબચડો, પીળો રંગ જણાય,
ભીના દાળ ને ગોળ ખાય, તે ઘોડા જેવો થાય

મગ કહે હું લીલો દાણો ને મારે માથે ચાંદુ,
બે ચાર મહીને પ્રેમે ખાય તો માણસ ઉઠાડું માંદુ

ગામડાંનાં લોકોનો દેશી ઈલાજ

આમલીમાં ગુણ એક છે, અવગુણ પુરા ત્રીસ
લીંબુમાં અવગુણ એક નહીં, ગુણ છે પુરા વીસ

કારેલું કહે હું કડવું ને મારે માથે ચોટલી,
જો ખાવાની મઝા પડે તો ખાજે રસ-રોટલી

સર્વ રોગોના કષ્ટોમાં ઉત્તમ ઔષધ ઉપવાસ
ન હોઈ જેનું પેટ સાફ, તેને ભોજન આપે ત્રાસ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *