હૈદરાબાદી ટોસ્ટ બનાવવાની સરળ રીત
હૈદરાબાદી ટોસ્ટ બનાવવાની સરળ રીત
સામગ્રી
૧. બે બ્રેડ સ્લાઈસ
૨.એક બાફેલું મોટું બટેટુ
૩.મીઠું
૪.ચપટી હળદર
૫.મરચું પાવડર
૬.ગરમ મસાલો
૭.લીલી ચટણી
૮. ટોમેટો કેચ અપ
૯. મીઠી ચટણી
૧૦. ઝીણા સમારેલા કાંદા
૧૧.ઝીણી સેવ
૧૨.કોથમીર
બનાવવાની રીત:-
- સૌ પ્રથમ બાફેલા બટેટા માં બધો મસાલો મિક્સ કરવો .મસાલો બ્રેડ પર લગાવવો.
- એક પૅન ગેસ પર મૂકી ધિપા તાપે તેના પર બટર લગાવી ઊંધી સેકવી .ધીમા અથવા મીડિયમ તાપે શેકવું.થઈ જાય એટલે ઉલટાવી ને કડક થવા દેવી .
- ત્યારબાદ પસંદ મુજબ ચટણી ,સેવ ,કાંદા થી ગાર્નિશ કરવી .
Also read : વેકેશન માં પિયર ગયેલી પત્ની નો ધમકીભર્યો પત્ર!!