મંદિર ના ઓટલે શા માટે બેસીએ છીએ?

મંદિર ના ઓટલે

ગુજ્જુમિત્રો, આપણને નાનપણ થી આપણાં વડીલો એ શીખવ્યું હોય છે કે મંદિરમાં ભગવાનનાં દર્શન કર્યા પછી આપણે તરત જ નીકળી જવું જોઈએ નહીં. બલ્કે મંદિર ના ઓટલે થોડીવાર માટે બેસી જવું જોઈએ. પણ આવું શા માટે? જાણવા માટે આગળ વાંચો.

આપણે જ્યારે પણ મંદિરમાં જઈએ છીએ તો દર્શન કર્યા પછી આપણે મંદિરના ઓટલે બેસીએ છીએ. હકીકત માં ઓટલે બેસીને એક શ્લોક બોલવાનો હોય છે. અને તે શ્લોક આ પ્રમાણે છે :

“ અનાયાસેન મરણમ્ …
વિના દૈન્યેન જીવનમ્
દેહાન્તે તવ સાન્નિધ્યમ્ …
દેહિ મે પરમેશ્વરમ્ !!! ”

Temple

મંદિર માં જાઓ ત્યારે …

  • તમારે દર્શન કરવાના હતા, દર્શન ખુલ્લી આંખોથી કરાય, માણસો ત્યાં મન મૂકીને હાથ જોડીને ઉભા રહે.
  • જયારે કોઈ આંખ બંધ કરીને હાથ જોડે છે તો તમને મનમાં થાય છે કે -“તમે દર્શન કરવા આવ્યા છે તો આંખ ખુલ્લી રાખોને.”
  • તેથી ખુલ્લી આંખે દર્શન કરો અને બરોબર દર્શનને યાદ કરી લો.
  • દર્શન થઇ ગયા પછી …
  • જયારે ઓટલે બેસો તો યાદ કરેલ દર્શનને ધ્યાનમાં લાવો.
  • ત્યારે આંખ બંધ કરો.
  • ધ્યાન કરો જે દર્શન કરેલ છે તે દેખાય છે કે નથી દેખાતું ?
  • ના દેખાય તો પાછા દર્શન કરવા ચાલ્યા જાઓ. પાછું ઓટલે બેસીને આંખ બંધ કરી ધ્યાનમાં બેસી જાવ.
  • અને જયારે ધ્યાનમાં એ દર્શન આવે ત્યારે ભગવાન પાસે માંગો કે..

“હે, ભગવાન..

” અનાયાસેન મરણમ્ “
એટલે મને તકલીફ વગરનું મરણ આપજો.

” વિના દૈન્યેન જીવનમ્ “
એટલે પરવશતા વગરનું જીવન આપજો

કોઈ પડખું ફેરવે ત્યારે હું પડખું ફેરવી શકું.., મને કોઈ લકવો મારી જાય અથવા મને કોઈ ખાવાનું ખવડાવે ત્યારે ખાઈ શકું .. એવું જીવન ના જોઈએ ભગવાન,

” દેહાન્તે તવ સાન્નિધ્યમ્ “
એટલે મરતા હોય ત્યારે તમારું દર્શન થવું જોઈએ જેમ ભીષ્મ ને થયેલું તેમ.

“દેહિ મે પરમેશ્વરમ્”
એટલે હે પરમેશ્વર, આ વસ્તુ મને આપો.

આ માંગણી નથી, આ યાચના નથી , આ પ્રાર્થના છે.

‘પ્ર + અર્થના”, અર્થના એટલે માંગણી યાચના. પણ પ્ર એટલે પ્રકૃષ્ટ. આ પ્રકૃષ્ટ અર્થના છે. અને આ વાડી, ગાડી, દીકરો, દીકરી, પતિ, પત્ની, ઘર, પૈસા આવું કઈ નથી માગ્યું ..પણ આ શ્રેષ્ઠ માંગણી કરી છે. એટલા માટે મંદિર ના ઓટલે આપણે બેસીએ છીએ.

Read more posts here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *