સ્વાતંત્ર્ય સંગ્રામી શ્યામજી કૃષ્ણ વર્મા નું પ્રેરણાદાયી જીવન
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામી શ્યામજી કૃષ્ણ વર્મા નું પ્રેરણાદાયી જીવન
ભારતીય સ્વતંત્રતા સંગ્રામ ના ત્રીજા અવાજ એવા ક્રાંતિકારી વિચારધારા ના પ્રણેતા શ્યામજી કૃષ્ણ વર્મા વિષે મહત્ત્વપૂર્ણ જાણકારી
💥જન્મ – ૪ ઓક્ટોબર, ૧૮૫૭. માંડવી, કચ્છ, ગુજરાત.
💥અવસાન – ૩૦ માર્ચ, ૧૯૩૦. જીનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ.
💥કુટુંબ – માતા – ગોમતીબાઈ, પત્ની – ભાનુમતી
💥અભ્યાસ – પ્રાથમિક શિક્ષણ માંડવીમાં અને માધ્યમિક શિક્ષણ ભુજમાં. મુંબઈની વિલ્સન હાઈસ્કૂલમાં આગળનું શિક્ષણ અને મુંબઈમાં રહીને સંસ્કૃત ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. બેચલર ઓફ આર્ટસ, ૧૮૮૩, ઓક્સફોર્ડ યુનિવર્સિટી.
💥વ્યવસાય
૧૮૭૯ – ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના સહાયક પ્રાધ્યાપક.
૧૮૮૫ – મુંબઈ હાઈ કોર્ટમાં વકીલાતની શરૂઆત.
૧૮૮૮ – રતલામ રાજ્યના દિવાન
૧૮૯૩ – ૧૮૯૫ – મહારાજાની નિમણૂકથી ઉદેપુરના રાજદરબારી.
૧૮૯૫ – ૧૮૯૭ – જૂનાગઢ રાજ્યના દિવાન.
✅૧૯૦૫માં ભારતીય રાજનીતિમાં “ધી ઈન્ડીઅન સોશીઓલોજીસ્ટ” માસિકથી રાજકીય, સામાજીક અને ધાર્મિક સુધારણા માટે પહેલ કરી.
✅લંડનમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે “ઈન્ડીઆ હાઉસ” નામની હોસ્ટેલની સ્થાપના કરી.
✅તેઓ મુંબઈ આર્ય સમાજના પ્રથમ સદસ્ય અને પ્રમુખ હતાં.
💥સન્માન
✅તેઓ પ્રથમ વ્યક્તિ હતા કે જે જન્મે બ્રાહ્મણ ન હોવા છતાં કાશીના પંડિતો દ્વારા તેમને “પંડિત”ની પદવી આપવામાં આવી.
✅તેમની અંતિમ ઈચ્છા પોતાના અસ્થિ સ્વદેશ લઇ જવાની હતી. જે ગુજરાત સરકારે ૨૦૦૩માં અસ્થિ ગુજરાત લાવવામાં આવ્યા. માનનીય શ્રી. નરેન્દ્ર મોદી તેમનાં અસ્થિ સ્વિટ્ઝર્લૅન્ડથી પરત લાવ્યા અને ‘ક્રાંતિ તીર્થ’ નામનું સ્મારક બનાવ્યું.
✅ક્રાંતિ તીર્થ, શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, માંડવી. તેમના લંડન ખાતેના નિવાસસ્થાન ઇન્ડિયા હાઉસ ની પ્રતિકૃતિ પાછળ દેખાય
✅૧૯૩પમાં સૌ પહેલા ઇન્દુલાલ યાજ્ઞીકે શ્યામજી કૃષ્ણવર્મા વિશે અંગ્રેજીમાં જીવનચરિત્ર લખ્યું હતું. કચ્છના ગાંધી ગણાતા ગોકુલદાસ બાંભડાઇએ તેનો ગુજરાતી અનુવાદ કર્યો હતો.