કોરોના પોઝિટિવ દર્દી ને ૭ દિવસમાં નેગેટિવ કરો
કોરોના પોઝિટિવ દર્દી ને ૭ દિવસમાં નેગેટિવ કરો
ગુજજુમિત્રો, લોકડાઉન ચારનો પ્રારંભ થઈ ગયો છે અને કોરોના વાયરસ વિદાય લેવાનું નામ લેતો નથી. આપણે હવે કોરોના સાથે જીવવાની ટેવ પાડવાની છે ત્યારે કોરોનાનો સામનો આયુર્વેદની મદદથી કઈ રીતે કરી શકાય તે જાણવાની જરૂર છે. આજે હું તમને અમુક આયુર્વેદિક ટીપ્સ જણાવવાની છું જેની મદદથી તમે માત્ર ૭ જ દિવસમાં કોરોના પોઝિટિવ દર્દી નેગેટિવ કરી શકશો.
કોરોનાકાળ માં છે ૩ પ્રકારના લોકો
અત્યારે ત્રણ પ્રકારના કોરોનાગ્રસ્ત લોકો સમાજમાં છે.
1. જેમને કોરોના થયો નથી.
2. જેઓ શંકાસ્પદ છે.
3. જેઓ કોરોના પોઝિટિવ છે.
આ લેખમાં આ ત્રણેય પ્રકારના લોકોને ઉપયોગી થાય તેવી ટીપ્સ છે.
કોરોના પોઝિટિવ દર્દી એ કફ થી બચવું જરૂરી
કોરોનામાં મૃત્યુ થવાનું કારણ ન્યુમોનીયા તાવ હોય છે. ફેફસાંમાં કફ જમા થઈ જતો હોય છે. કોરોનાગ્રસ્ત વાતાવરણમાં આપણે બધાએ કફથી ચેતવાનું છે. શરીરમાં કફ ના થાય તેની બધાએ ખાસ તકેદારી રાખવાની છે. કફ થી બચાવ માટેનાં ત્રણ પગલાં છે – હવા, પાણી અને ખોરાકની બાબતમાં કાળજી લેવી.
હવાની કાળજી લો
નિયમિત પ્રાણાયામ કરો : હવા એટલે વાયુ. દરેક વ્યક્તિએ આગામી ૬ મહિના ભૂલ્યા વિના સવાર અને સાંજ એક-એક કલાક પ્રાણાયામ કરવા જોઈએ. તેમાં ખાસ કરીને અનુલોમ-વિલોમ કરવા જોઈએ. આ એક ઊંડા શ્વાસના યોગ છે. નાકની એક બાજુથી ઊંડો શ્વાસ લેવાનો (એ વખતે બાજુનો ભાગ બંધ રાખવાનો) અને બીજી બાજુથી શ્વાસ છોડવાનો. આ કવાયત ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.
નિયમિત નાસ (સ્ટીમ) લો : ગરમ પાણીમાં અજમા-સૂંઠનો પાવડર નાખીને 10-15 મિનિટ સુધી નાસ લેવાનો. નાસ લેવાનો છે, તેની વિધિ ટુવાલ કે દુપટ્ટો એવું કોઈ કપડું માથા પર ઢાંકીને નાસ લેવો જોઈએ. દરરોજ સવાર-સાંજ 10-15 મિનિટ નાસ લેવાનો છે. ના, કંટાળવાનું નથી કારણ કે ભવિષ્યમાં પણ જો જીવતા રહેવું હશે તો કંટાળવું પડશે. કોરોના આપણી શ્વાસનળીમાં ગયો હોય તો તેને ફેફસામાં જતાં અટકાવવાનો છે માટે નાસ લેવાનો અતિ આવશ્યક છે.
ગૂગળ ધૂપ કરો : ઘરમાં ગૂગળ-લીમડો અને લસણ ની બે કળી , કપૂર, દેશી ગાય ના ઘી સાથે જે મળે તેનું આ ત્રણેયનું ધૂપ સવાર-સાંજ કરવું. ચરકસંહિતા જ્વર ચિકિત્સા પ્રમાણે પલંકષાદિ ધૂપ પણ વાપરી શકાય. હવા-વાયુની વાત પૂરી.
પાણી ની કાળજી લો
કેરાલા રાજ્યની કોરોના સામેની લડતમાં સફળતાનું રહસ્ય છે ગરમ પાણી. એ લોકોએ કોરોના પોઝિટિવ વ્યક્તિને સતત ગરમ પાણી પીવડાવ્યું છે. આયુર્વેદ-ચરકસંહિતામાં વિમાનસ્થાન અધ્યાય ત્રણમાં મહામારીની મુખ્ય ચિકિત્સા ગરમ પાણી જ બતાવી છે. જે લોકોને શરદી-ઉધરસ હોય તેમણે 500 મી.લી. પાણી માં 1થી 2 ગ્રામ સૂંઠ નાખી સૂંઠવાળું ગરમ પાણી આખો દિવસ પીવું. આ સિવાયના લોકોએ ઉનાળો હોવાથી દિવસમાં ત્રણ-ચાર વખત સૂંઠવાળું ગરમ પાણી પીવું.
ખોરાકની કાળજી લો
???? કાચું દૂધ, કોઈ પણ પ્રકારનું દહીં, ઠંડાં પીણાં, મીઠાઈ, પચવામાં ભારે કોઈ પણ વાનગી, બેકરીની આઈટમો, મેંદામાંથી બનેલી સ્વાદિષ્ટ વાનગીઓ.. આ બધુ સદંતર બંધ કરવાનું છે. સંયમ રાખવો જ પડશે. ભલે ઉનાળો હોય ફ્રીજનું પાણી ના જ પીવાય. એકવાર કોરોના ભાગી જાય પછી જે ખાવું હોય તે ખાજો, હમણાં તો સંયમ. નિયંત્રણ. પ્રતિબંધ.
???? ચા પીવાય કે નહીં ? ના પીવાય તો સારું. વિકલ્પ છે હર્બલ ટી. બજારમાં હર્બલ ટી પણ સરસ મળે જ છે. જોકે સવારે ચાના વિકલ્પે નીચેનો ઉકાળો પીવો જોઈએ.
???? એક વ્યક્તિ માટે ઉકાળો બનાવવાની રીતઃ એક કપ પાણી, ચાર ચપટી ગળો (લીમડા ની ઉત્તમ -અમૃતા)નો પાવડર, ચાર ચપટી હળદરનો પાવડર, તુલસીનાં ચાર પાન, એકથી બે ચપટી સૂંઠ… આ બધાને મિશ્ર કરીને તેને ઉકાળો. 25 ટકા પાણી બાળી નાખો. બસ આ ઉકાળો દરરોજ સવારે ખાલી પેટે પીવાનો. રોગપ્રતિકાર શક્તિને વધારવામાં તે ખૂબ જ મદદ કરશે. અથવા અમૃત ઉકાળો પીવો.
???? જે લોકોને શરદી-કફ વગેરેની તકલીફ હોય તેણે મગ-મઠ-સરગવો અને કળથીના સૂપ પીવા જોઈએ.
???? રોજ સવારે બાળકોએ ગળો, યુવાનોએ આમળાં અને વૃદ્ધોએ રસાયણચૂર્ણ (ગળો-ગોખરું-આમળાં) લેવાં જોઈએ.
????જેને કોઈ લક્ષણો નથી તેમણે સાંજે દેશી ગાયના દૂધ – હળદર અને સૂંઠ , એલચી સાથે લેવું જોઈએ. અને કોરોનાં માંથી મુક્ત થઇ 3 મહિના આ ઉપાય વય પ્રમાણે અવશ્ય કરવા.
???? આ ઉપરાંત દેશી ગોળ અને સૂંઠ ગોળી બનાવી લેવી જોઈએ. સવાર અને સાંજે લેવી
???? આ વાયરસનો ચેપ નાક દ્વારા ફેલાતો હોવાથી દિવસમાં બે-ત્રણ વખત ગાયના ઘી અથવા એરંડિયું-દિવેલનાં બે-ત્રણ ટીપાં નાખવાં જોઈએ.
???? રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે ખોરાક-પાણીનું અમૃતીકરણ કરવું જોઈએ. એટલે કે પાણીને ખાવાનું અને ખોરાકને પીવાનો. પાણીને લાળ સાથે મિશ્ર કરીને, અમૃત પીતા હોઈએ એ રીતે ઘૂંટડે-ઘૂંટડે પીવાનું. અને એક કોળિયો ઓછામાં ઓછો 32 વખત ચાવવાનો.
ગુજજુમિત્રો, કોરોના પોઝિટિવ દર્દી થી હોસ્પિટલો ભરાઈ ગઈ છે. ઈલાજ કરતાં કરતાં ડોકટરો અને નર્સો અને પેરા-મેડિકલનો સ્ટાફ માંદો પડ્યો છે અને થાકી ગયો છે. ખાનગી હોસ્પિટલોમાં તો આઠ-નવ લાખ રૂપિયાનો ચાર્જ લે છે. જેની રોગપ્રતિકાર શક્તિ વધારે હોય છે તે જ જંગ જીતે છે. માટે કંટાળો આવે, ના ગમે, ના ફાવે તો પણ સાવચેતી રાખો અને હવા, પાણી, ખોરાકનું ધ્યાન રાખો.
Very nice????????????????