અથાણાં બનાવવા વપરાતા ગુંદા ના બેમિસાલ ફાયદા
અથાણાં બનાવવા વપરાય છે ગુંદા
ગુજજુમિત્રો, અથાણાની સીઝન ચાલી રહી છે ત્યારે આપણા ઘરમાં જુદી જુદી જાતના અથાણાં બને છે. ગુંદા એક એવું ફળ છે જેને આપણે સહુ જાણીએ પણ છીએ અને તેનું અથાણું પણ ખાઈ છીએ. પરંતુ તેને વિશે કેટલીક વાતો એવી છે જે આપણે નથી જાણતા. માત્ર ભારતમાં જોવા મળતું આ ફળ શાકાહારી માટે ઔષધિ છે. કહેવાય છે કે માંસ મટન કરતાં પાંચ ગણા ફાયદા ગુંદા માં જોવા મળે છે. ચાલો વાંચીએ ગુંદા ના બેમિસાલ ફાયદા
ગુંદા ના ઔષધીય ફાયદા
✓ગુંદા થી પગના ગોઠણના દુખાવા કોઈ દિવસ નહિ થાય. ઢાંકણા બદલાવવા નહિ પડે. ગુંદા એક ઔષધીય ફળ છે. એ માંસથી પણ 5 ગણું શક્તિશાળી છે.
✓ગુંદા આપણા શરીરની તાકાતને વધારીને બમણી કરી દે છે. જો તમે ગુંદા રોજ ખાઓ છો તો આમ કરવાથી તમારા શરીરમાં કમજોરી નથી રહેતી અને તમને હાડકાઓને લગતી બીમારીઓ પણ નથી થતી. કારણકે આમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે.
✓ગુજરાતના આદિવાસીઓ ગુંદાને સૂકવીને તેનું ચૂરણ બનાવે છે અને મેંદો, બેસન અને ઘી સાથે ભેગું કરીને લાડવા બનાવે છે. લાડવાને ખાવાથી આપણા શરીરને તાકાત મળે છે અને સ્ફૂર્તિ મળે છે.
✓શરીરમાં તાકાત લાવવા અને સ્ફૂર્તિ લાવવા માંગતા હોવ તો આજથી જ ગુંદા ખાવાનું શરુ કરી દો
✓ગુંદામાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે જેના કારણે એ તમારું મગજ તેજ કરે છે અને તેમાં આયર્નની માત્રા પણ વધુ હોય છે જેથી શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે
✓તેની છાલનો કાઢો અને કપૂરનું મિશ્રણ તૈયાર કરીને સુજી ગયેલા અંગો પર માલિશ કરવામાં આવે અને દાદર પર લગાવવામાં આવે તો ફાયદો થાય છે.
તો ચાલો ગુજજુમિત્રો, આ વખતે ગુંદાની સીઝનમાં ગુંદા ખાવાનું ચાલુ કરીને શરીરને શક્તિશાળી ને ખડતલ બનાવીએ. ગુંદા ખાવા માટે તમે તેને બાફીને ખાઈ શકો છો, ગુંદા નું શાક બનાવી શકો છો અને બારેમાસ ખાવા માટે ગુંદા નું અથાણું પણ બનાવી શકો છો. ગુંદા માંથી બનાવવાની વાનગીઓ શીખવા માટે અહીં ક્લીક કરો.
Also read : કોરાના વાયરસથી બચવાના ૪ રામબાણ ઉપાયો