સ્ટર ફ્રાઈ વેજીટેબલ – શાકભાજીનો બુસ્ટર ડોઝ

સ્ટર ફ્રાઈ વેજીટેબલ

સ્ટર ફ્રાઈ વેજીટેબલ

ગુજજુમિત્રો આજે આપણે સ્ટર ફ્રાઈ વેજીટેબલ બનાવતા શીખીશું. શાકભાજી આપણાં આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી છે પણ જ્યારે તેમાં સ્વાદનો તડકો લગાવીએ ત્યારે નાના બાળકો પણ ખુશી ખુશી ખાઈ લે છે. ઓછા તેલમાં હેલ્ધી શાકભાજી ને હળવા સાંતળીને બનાવવામાં આવતી આ રેસિપિ બહુ જ સરળ છે. કહેવાય છે કે જેવુ અન્ન એવું મન અને એવું જ તન . આજકાલ બીમારીઓ અને મહામારી નો સમય ચાલી રહ્યો છે ત્યારે એ બહુ આવશ્યક છે આપણે આપની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિને યોગ્ય ભોજન થી મજબૂત રાખીએ.

સામગ્રી

૧. બ્રોકોલી કાપેલી ૧ વાટકો
૨. ફ્લાવર મોટા ફુલ ૧ વાટકો
૩. બટેટા ચોરસ ટુકડા ૧ વાટકો
૪. ગાજર લાંબા ટુકડા ૧ વાટકો
૫. મશરૂમ / બેબી કોર્ન .. વૈકલ્પિક
૬. ફણસી કાપેલી લાંબી ૧૦/૧૨
૭. સોયા સોસ ,વિનેગર ૧ ટી સ્પૂન
૮. અર્ધી રુડિની લાંબા ટુકડા
૯. ત્રણ રંગ ના કાપેલા કેપ્સિકમ
૧૦.ગ્રીન પીસ અર્ધી વાટકી
૧૧. બાફેલા મકાઈ દાણા અર્ધી વાટકી
૧૨. ખાંડ. ૧ ચમચી

vegetables

સ્ટર ફ્રાઈ વેજીટેબલ વિધિ

  • ઉપરના બધા જ વેજીટેબલ વરાળે ઢોકળિયા માં અધકચરા બાફી લો.ઠંડા થવા દો.
  • એક પેનમાં ૨ ટી સ્પૂન માખણ/ ઑલીવ ઑઈલ ગરમ કરો.
  • અધકચરા બાફેલા બધા જ વેજીટેબલ નાખી સાંતળો.
  • ૧ ટી સ્પૂન સોયા સોસ,રેડ ચીલી ફ્લેક્સ, મીઠું ,મરી નાખી મિક્સ કરો. કોથમીર થી ગાર્નિશ કરો.

Read : ખજૂર ખાવાના ફાયદા અને ખજૂરની વાનગીઓ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *