સોમનાથ મંદિર ના બાણ સ્તંભ

શિવોહમ્ નાદ

શું તમે ૧૫૦૦ વર્ષ પુરાણા સોમનાથ મંદિર નાં પ્રાંગણમાં ઉભેલા બાણ સ્તંભ ની વિશેષતાઓ જાણો છો ? એમ પણ સોમનાથ મંદિરનો ઈતિહાસ બહુ જ વિલક્ષણ અને ગૌરવશાળી રહ્યો છે .

૧૨ જ્યોતિર્લિંગ માંથી પહેલું છે સોમનાથ

૧૨ જયોતિર્લિગોમાં સૌથી પહેલું જ્યોતિર્લિંગ છે સોમનાથ, એક વૈભવશાળી સુંદર શિવલિંગ …. એટલું સમૃદ્ધ છે કે ઉત્તર પશ્ચિમથી અવવાવાળા પ્રત્યેક આક્રાન્તાની પહેલી નજર સોમનાથ પર જ પડતી હતી. અનેક વખત સોમનાથ મંદિર પર હુમલાઓ થયા અને એને લુંટવામાં આવ્યું ! સોના, ચાંદી, હીરા, માણેક, મોતી આદિ ગાડીઓ ભરી ભરીને આક્રાંતાઓ પોતાની સાથે લઇ ગયા. આટલી બધી સંપત્તિ લુંટ્યા પછી પણ દર વખતે સોમનાથનું શિવાલય એ જ વૈભવ સાથે ઉભું રહ્યું ! પરંતુ માત્ર આ વૈભવને કારણે જ સોમનાથનું મહત્વ નથી !!!

સદીઓ થી સમુદ્ર તટ ની શાન

સોમનાથનું મંદિર ભારતના પશ્ચિમ સમુદ્ર તટ પર છે અને હજારો વર્ષોના જ્ઞાત ઇતિહાસમાં આ અરબી સમુદ્રે કયારેય પોતાની મર્યાદા નથી લાંઘી !! ના જાણે કેટલાંય આંધી – તોફાનો આવ્યાં, ચક્રવાત આવ્યા પરંતુ કોઈ પણ આંધી,તોફાન, ચક્રવાતથી મંદિરને કોઈ જ હાની નથી થઇ !!!

સોમનાથ મંદિર ના પ્રાંગણ માં છે બાણ સ્તંભ

આ મંદિરનાં પ્રાંગણમાં એક સ્તંભ (થાંભલો ) છે એ “બાણસ્તંભ” નામથી ઓળખાય છે. આ સ્તંભ કયારથી ત્યાં સ્થિત છે એ બતાવવું બહુ કઠીન છે. આશરે છઠ્ઠી શતાબ્દીમાં આ બાણસ્તંભનું ઇતિહાસમાં નામ આવે છે. પરંતુ એનો અર્થ એ નથી કે બાણ સ્તંભનું નિર્માણ છઠ્ઠી શતાબ્દીમાં જ થયું હોય !!! એનાથી સેંકડો વર્ષ પહેલાં આનું નિર્માણ થયું છે એવું માનવામાં આવે છે .

સોમનાથ મંદિર ના બાણ સ્તંભ

બાણસ્તંભ પર સંદેશ

આ એક દિશાદર્શક સ્તંભ છે જેના પર સમુદ્રની તરફ ઈંગિત કરતું એક બાણ છે. આ બાણસ્તંભ પર લખ્યું છે – “આસમુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિરમાર્ગ” એનો અર્થ એમ થાય છે કે – ” આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં એક પણ આવરોધ કે બાધા નથી આવતી ” એટલે કે, “આ સમુચી દૂરીમાં જમીનનો એક પણ ટુકડો નથી “.

સોમનાથ મંદિર ના બાણ સ્તંભ ના સંદેશ નો સાચો અર્થ

જ્યારે લોકો પહેલી વખત આ સ્તંભ વિષે વાંચે છે તો એમનું માથું ચકરાવામાં પડી જાય છે !!! આ જ્ઞાન આટલા વર્ષો પહેલાં ભારતીયોને હતું ? આ કેવી રીતે સંભવ છે ? અને કદાચ પણ સાચું છે તો કેટલાં સમૃદ્ધ જ્ઞાનની વૈશ્વિક ધરોહર આપણને સમજાવી હતી !!! સંસ્કૃતમાં લખેલી આ પંક્તિના અર્થમાં અનેક ગૂઢ અર્થ સમાહિત છે ….. આ પંક્તિનો સરળ અર્થ એ છે કે , સોમનાથ મંદિરનાં બિંદુથી લઈને દક્ષિણધ્રુવ સુધી (અર્થાત એંટાર્ટિકા સુધી) એક સીધી રેખા ખેંચવામાં આવે તો વચમાં કોઈ પણ ભૂખંડ નથી આવતો….!!!

વિજ્ઞાન પણ સમર્થન કરે છે

શું આ સાચું છે ? આજના આ તંત્ર વિજ્ઞાનના યુગમાં એ શોધવું સંભવ તો છે ,પણ છતાં એટલું આસાન તો નથી જ !!! ગુગલ મેપમાં જો શોધવામાં આવે તો ભૂખંડ નથી દેખાતો પણ નાના -નાના ભૂખંડોને જોવા માટે મેપને એન્લાર્જ કરવો પડે. ધીરજ રાખીને જુઓ તો એક પણ ભૂખંડ નથી જ આવતો અર્થાત પૂર્ણરૂપે એમ માનવું જ પડે કે આ શ્લોકમાં સત્યતા છે !!!

અમુક સવાલો ના જવાબ હજી નથી મળ્યાં

પરંતુ તો પણ મૂળ પ્રશ્ન જેમનો તેમ જ રહે છે . જો એવું માની લઇને પણ ચાલીએ કે સન ૬૦૦માં બાણસ્તંભનું નિર્માણ થયું હતું તો પણ એ જમાનામાં પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ છે એ જ્ઞાન આપણી પાસે આવ્યું ક્યાંથી ? સારું ….. દક્ષિણ ધ્રુવ જ્ઞાત હતું એ માની પણ લઈએ તો સોમનાથ મંદિરથી છેક દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં ભૂખંડ નથી આવતો એ મેપિંગ કર્યું કોણે? કેવી રીતે કર્યું?

સોમનાથ મંદિર શિવલિંગ

વિજ્ઞાન ના વિકાસ પહેલા જ જ્ઞાન

બધું જ અદભૂત !!! આનો અર્થ એ થાય કે “બાણસ્તંભ”નાં નિર્માણકાળમાં ભારતીયોને પૃથ્વી ગોળ છે એનું જ્ઞાન હતું. એટલું જ નહીં પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ છે (અર્થાત ઉત્તર ધ્રુવ પણ છે) એ પણ જ્ઞાન હતું !!!આ કેવી રીતે સંભવ બન્યું ? પૃથ્વીના “એરિયલ વ્યુ” માટે કયું સાધન ઉપલબ્ધ હતું ? અથવા પૃથ્વીનો વિકસિત નકશો બન્યો હતો ?

શું પૃથ્વી નો નકશો ભારતીય ખોજ છે?

નકશા બનવવાનું એક શાસ્ત્ર હોય છે જેને અંગ્રેજીમાં “કાર્ટોગ્રાફી” (આ મૂળત: ફ્રેંચ શબ્દ છે)કહેવાય છે ! આ પ્રાચીન શાસ્ત્ર છે. ઈસુની પહેલાં ૬ થી ૮ હજાર વર્ષ પૂર્વેની ગુફાઓમાં આકાશના ગ્રહો અને તારાઓના નકશા મળ્યા હતા , પરંતુ પૃથ્વીનો પહેલો નકશો કોણે બનાવ્યો એના પર એકમત નથી !

નકશાનો ઇતિહાસ

આપણા ભારતીય જ્ઞાનનો કોઈ પુરાવો ન હોવાથી આ સન્માન “એનેકસિમેંડર” નામના ગ્રીક વૈજ્ઞાનિકને આપવામાં આવે છે. એમનો કાર્યકાળ ઇસવીસન પૂર્વે ૬૧૧ થી ૫૪૬ વર્ષ હતો પણ એમણે બનાવેલો નકશો અત્યંત પ્રાથમિક અવસ્થામાં હતો ! એ કાળમાં જ્યાં જ્યાં મનુષ્યના વસવાટનું જ્ઞાન હતું, બસ એટલો જ હિસ્સો નકશામાં દર્શાવવામાં આવતો હતો. એટલા માટે એ નકશામાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બતાવવાનું કોઈ કારણ હતું જ નહીં. આજની દુનિયાને વાસ્તવિક રૂપે નજીક લાવવાવાળો નકશો “હેનરિકસ માર્ટેલસ”એ સાધારણત: સન ૧૪૯૦ની આસપાસ તૈયાર કર્યો હતો !

પૃથ્વી ગોળ છે

એવું માનવામાં આવે છે કે કોલંબસ અને વાસ્કોડિગામા એ આ નકશાના આધારે જ પોતાની સમુદ્રી સફર નક્કી કરી હતી !! ” પૃથ્વી ગોળ છે ” આ પ્રકારનો વિચાર યુરોપનાં કેટલાંક વૈજ્ઞાનિકોએ વ્યક્ત કર્યો હતો. “એનેકિસમેંડર” (ઇસવીસન પૂર્વે ૬૦૦ વર્ષ) એ પૃથ્વીને સિલિંડરનાં રૂપમાં માની હતી. “એરિસ્ટોટલ” (ઈસવીસન પૂર્વે ૩૮૪ -૩૨૨ ) એ પણ પૃથ્વીને ગોળ માની હતી.

સોમનાથ મંદિર

ભારત માં જ્ઞાન નો ખજાનો

પરંતુ ભારતમાં આ જ્ઞાન બહુજ પ્રાચીન સમયથી હતું જેનું પ્રમાણ પણ આપણને મળે છે. આ જ્ઞાનના આધાર પર આગળ જઈને આર્યભટ્ટે સન ૫૦૦ની આસપાસ આ ગોળ પૃથ્વીનો વ્યાસ ૪૯૬૭ યોજન છે. અર્થાત નવાં માપદંડો અનુસાર ૩૯૬૬૮ કિલોમીટર છે એ પણ દ્રઢતાપૂર્વક બતાવ્યું. આજની અત્યાધુનિક તકનીકી સહાયથી પૃથ્વીનો વ્યાસ ૪૦૦૬૮ કિલોમીટર માનવામાં આવે છે. એનો અર્થ એ થયો કે આર્યભટ્ટનાં આકલનમાં માત્ર ૦.૨૬ %નું જ અંતર આવે છે જેને નજરઅંદાજ કરી જ શકાય તેમ છે. લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં આર્યભટ્ટ પાસે આ જ્ઞાન આવ્યું ક્યાંથી ?

ભારત માં નકશા શાસ્ત્ર

સન ૨૦૦૮માં જર્મનીના વિખ્યાત ઇતિહાસવિદ જોસેફ શ્વર્ટસબર્ગે એ સાબિત કરી આપ્યું કે ઈસ્વીસન પૂર્વે બે -અઢી હજાર વર્ષ પહેલાં જ ભારતમાં નકશાશાસ્ત્ર અત્યંત વિકસિત હતું ! નગર રચનાના નકશા એ સમયમાં ઉપલબ્ધ તો હતા પરંતુ નૌકાયાન માટે જરૂરી એવા નકશા પણ ઉપલબ્ધ હતા.

ભારત માં નૌકાયાન શાસ્ત્ર

ભારતમાં નૌકાયાનશાસ્ત્ર પ્રાચીનકાળથી જ વિકસિત હતું. સંપૂર્ણ દક્ષિણ એશિયામાં જે પ્રકારે હિંદુ સંસ્કૃતિનાં ચિહ્ન ડગલે પગલે જોવા મળે છે એનાથી એ નક્કી કરી શકાય છે કે ભારતનાં જહાજ પૂર્વ દિશામાં જાવા, સુમાત્રા, યવનદ્વીપને પાર કરીને જાપાન સુધી પ્રવાસ કરતાં હતાં. ગુજરાતના “લોથલ”માં અઢી હજાર વર્ષ પૂર્વનાં અવશેષ મળ્યા છે એમાં ભારતનાં પ્રગટ નૌકાયાનનાં પણ અનેક પ્રમાણો મળ્યાં છે !!!

સોમનાથ મંદિર – ભારત નો સ્વર્ણિમ ઇતિહાસ



સોમનાથ મંદિરનાં નિર્માણકાળમાં દક્ષિણ ધ્રુવ સુધી દિશાદર્શન એ સમયના ભારતીયોને હતું એ નિશ્ચિત છે. પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન સામે આવે છે કે દક્ષિણ ધ્રુવ સુધી સીધી રેખામાં સમુદ્રમાં કોઈ અવરોધ નથી એવું પાછળથી શોધવામાં આવ્યું હતું કે દક્ષિણ ધ્રુવથી ભારતનાં પશ્ચિમ તટ પર વિના અવરોધ સીધી રેખા જ્યાં મળે છે ત્યાં પહેલું જયોતિર્લિંગ સ્થાપિત કરાયું?

ગુજજુમિત્રો, બાળપણમાં વડીલો તેડીને સોમનાથ લઇ જતા ત્યારથી છેક યુવાવસ્થા સુધી આ બાણસ્તંભ સાથે નિકટનો સંપર્ક રહયો છે. “આ સમુદ્રાન્ત..” વાળું વાક્ય અનેકવાર વાંચ્યું છે, પણ પછી એના પર કદી લાબું વિચાર્યું નહોતું.

Also read : ભગવાન શ્રીરામ અને રામાયણ વિષે દુર્લભ માહિતી

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *