ભગવાન શ્રીરામ અને રામાયણ વિષે દુર્લભ માહિતી

રામચરિત માનસ કથા

ભગવાન શ્રીરામ અને રામાયણ વિષે દુર્લભ માહિતી

ગુજજુમિત્રો, આજે હું તમને ભગવાન શ્રીરામ અને તેમની ગૌરવશાળી ગાથા, રામાયણ વિષે અમુક એવા સવાલ -જવાબ જણાવવા માગું છું જેને આપણે આવનારી પેઢીને ચોક્કસપણે શીખવાડવા જોઈએ. ચાલો વાંચીએ.

✍???? રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી?
શ્રી ગુરુ નાનજી

✍???? વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા?
મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર

✍???? શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો.
શાંતા – ઋષ્યશૃંગ

✍???? એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે?
આદિ ગ્રંથ

Passport service

✍???? શ્રવણના માતાપિતાનું નામ શું હતું?
સોમવતી – શાંતનુ

✍???? અનુષ્ઠાન એટલે શું?
કોઈ પણ મંત્રના સવા લાખ જાપ

✍???? ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા?
શિવ

✍???? કૈકયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા?
શંબરાસુર

✍???? શબરીનું સાચું નામ શું હતું?
શ્રમણા

✍???? રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે?
રામ, સીતા, ભરત, લક્ષમણ, હનુમાનજી

✍???? પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા?
વડ પીપળો આંબલી બિલી અશોક

✍???? સુંદરકાંડમાં રામ, હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે?
રામ-૫૧, હનુમાન-૨૧, સુંદર-૯

✍???? બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતાપિતાનું નામ જણાવો?
તાટકા અને સુંદ

✍???? લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા?
લંકિની

✍???? મંદોદરી કોની પુત્રી હતા?
માયાસુર

✍???? મૃતસંજીવની માટે હનુમાનજી કયો પર્વત ઊંચકી લાવ્યા હતા?
ઔષધિપ્રસ્થ

✍???? રામચરિત માનસની રચના તુલસીદાસજીએ કઈ ભાષામાં કરી છે?
પ્રાકૃત

✍???? સીતાજીનું પૂર્વ જન્મનું નામ જણાવો?
વેદવતી

✍???? રામચરિત માનસની સૌથી પ્રસિદ્ધ ચોપાઈ કઈ?
રઘુકુલ રીત સદાચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય

✍???? ભરત અને શત્રુઘ્નની પત્નીના નામ જણાવો?
માંડવી અને શ્રુતકીર્તિ

✍???? વેદોમાં રામ અને સીતાનો અર્થ શું થાય?
વરસાદચાસ

✍???? સૌપ્રથમ રામાયણની કથા કોણે સાંભળી હતી?
લવકુશ

✍???? સુગ્રીવ અને વાલીના પિતાનું નામ જણાવો?
ઋક્ષરજસ

✍???? ગુફામાં વાલીનું કયા રાક્ષસ જોડે યુદ્ધ થયું હતું?
દંદુભી

✍???? લંકા નગરી કયા પર્વત પર વસાવવામાં આવી હતી?
ત્રિકુટ

✍???? હનુમાનજીના પુત્રનું નામ જણાવો?
મકરધ્વજ

✍???? સંત તુલસીદાસ રચિત રામચરિત માનસની કુલ? ચોપાઈઓ કેટલી છે
૯૨૨૮

✍???? રામાયણમાં ભગવાન શ્રી રામનું મૃત્યુ કઈ રીતે થાય છે?
સરયૂ નદીમાં જળસમાધિ

ભગવાન શ્રીરામ અને રામાયણ

✍???? અશોક વાટિકામાં સીતાજીની દેખરેખ કઈ રાક્ષસી? કરતી હતી
ત્રીજટા

✍???? રાવણના માતાપિતા કોણ હતા?
કૈક્સી – વિશ્ર્વા

✍???? ભરત અને શત્રુઘ્ન મોસાળ ગયા હતા એ મામાનું નામ જણાવો?
યુધાજીત

✍???? વાલ્મિકી રામાયણમાં શ્લોકોની સંખ્યા કેટલી છે?
૨૪૦૦૦

✍???? સીતાજીના માતાજીનું નામ જણાવો?
સુનયના

✍???? સ્વંયવરમાં જે ધનુષભંગ થયો તે ધનુષનું નામ જણાવો?
પીનાકપાણી

✍???? વાલ્મિકી રામાયણમાં સૌ પ્રથમ શ્લોકનો પ્રથમ શબ્દ કયો છે?
તપ

Also read : પ્રભુને મારી પ્રાર્થના

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *