પાણી ના ફાયદા માટે તેને પીવાની સાચી રીત જાણો
પાણી ના ફાયદા માટે તેને પીવાની સાચી રીત જાણો
આજે કરશું પાણીની પારાયણ. પાણી ખુબ પીવું અને પાણી તરસ લાગે ત્યારે જ પીવું એવા વિરોધાભાષી વિદ્વાનોના સંશોધનોથી આપણે મૂંઝાઈ જઈએ છીએ. જુદી જુદી ઋતુમાં પાણી પીવાના જુદા જુદા નિયમો છે. ચાલો આજે શ્રી જયેશ પટેલ થી આપણા જીવનદાતા પાણી વિષે થોડું જાણીએ. આ લેખમાં પાણી ના ફાયદા અને તેને પીવાની સાચી રીત વિષે જરૂર વાંચો અને યોગ્ય લાગે તો સ્નેહીજનોને મોકલો.
પાણી ઓછું પીવાથી શું શું થઇ શકે છે?
- સામાન્ય સંજોગોમાં પાણી વગર માનવ શરીર પાંચ છ દિવસથી વધારે ટકી ના શકે.
- પાણી પૂરતું પીઓ તો કેન્સર નહી થાય. સંશોધકોના જણાવ્યા પ્રમાણે આંતરડાનું કેન્સર, પેશાબની કોથળી (બ્લેડર)નું કેન્સર અને સ્તન કેન્સર પૂરતું પાણી પીવાથી નહી થાય.
- પાણી પૂરતું નહી પીઓ તો તમે ગુસ્સાવાળા મિજાજવાળા થઇ જશો. કારણ શરીર પાણી વગર સુકાઇ જશે. મગજને સ્વસ્થ રાખવા પાણી પીઓ.
- પાણી નહી પીઓ તો શરીરમાં ડીહાઇડ્રેશન (અંગો સુકાઇ જવા) થશે અને તેથી બી.પી. (લોહીનું દબાણ) નિયંત્રણમાં નહિ રહે. એ વખતે શરીરમાં વધારે કોલેસ્ટ્રોલ ઉત્પન્ન થશે. હાર્ટ એટેકના બીજા કારણો સાથે તમે પાણી ઓછું પીઓ છો તે પણ એક કારણ છે.
- પાણી ઓછું પીવાથી શરીરની ચામડી સૂકાઇ જશે. ખસ-ખરજવું જેવા ચામડીના રોગ થશે. ચામડીની ચુસ્તી અને ચમક જતી રહેશે.
- પાણી ઓછું પીવાથી મુત્રાશય (બ્લેડર) અને કિડનીના પ્રોબ્લેમ થશે. બ્લેડરમાં ચેપ લાગશે. કિડનીમાં સ્ટોન થશે તે ઉપરાંત ચેપ લાગશે. પેશાબમાં બળતરા થશે, દુખાવો થશે.
- પાણી ઓછું પીવાથી પાચનક્રિયાના પ્રોબ્લેમ થશે. પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે શરીરનું મીડીયમ આલ્કલાઇન ટાળે છે. પાણી ઓછું પીશો તો હોજરીમાં ચાંદા (અલ્સર), એસીડીટી, સોજો થશે અને ખોરાક ઉપર અસર થશે.
- પાણી ઓછું પીશો તો કબજીયાત થશે. ઝાડો સુકાઇ જશે મળ- ત્યાગ જલદી નહી થાય. કબજીયાતને કારણે હરસ-મસા- ભગંદર થશે.
- પાણી ઓછું પીશો તો સાંધા ઉપર સોજા અને સાંધાનો વા થશે. બે હાડકાની વચ્ચેના સાંધામાં રહેલ કાર્ટાલેજમાં ૭૦ ટકા પાણી છે. તે સુકાઇ જશે અને સાંધાના (ઢીંચણના) બન્ને હાડકા ઘસાવાથી ઓસ્ટી અને આર્થાઇટીસ થશે.
- પાણી ઓછું પીવાથી વજન વધશે ડીહાઇડ્રેશન થાય ત્યારે શરીરના અંગોના કોષ સુકાઇ જાય ત્યારે ખોટી ભૂખ લાગે ત્યારે પાણી પીવાને બદલે તમે ખાવા માંડો તેથી વજન વધે.
- વહેલા ઘરડા થઇ જશો. પાણી વગર શરીરના બધા જ અંગો સ્નાયુ, હાડકાં, સાંધા, હોર્મોનલ ગ્રંથિ વગેરેના કોષ સુકાઇ જશે અને તે અંગો બરોબર કામ નહી કરી શકે સ્નાયુ દુખશે. સાંધા દુખશે, મગજ કામ નહી કરે. પૂરતા પાચક રસો હોર્મોન ઉત્પન્ન નહી થાય. યાદશક્તિ ઓછી થતી જશે. ઓછું દેખાશે, ઓછું સંભળાશે. બુદ્ધિ નહી ચાલે. ચાલ ડગુમગુ થશે. કંપવા જેવા રોગો થશે. કશું ગમશે નહી. ગુસ્સો આવશે. મરવાના વિચાર આવશે. ઉંમર કરતા વધારે ઘરડા લાગશો.
- પાણી ઓછું પીવાથી બેક્ટેરીયા અને વાઇરલ ઇન્ફેક્શન થશે.
- પાણી ઓછું પીવાથી ખાધેલા ખોરાકના વિટામિન મિનરલ હોર્મોન એન્ટીઓક્સીડંટ શરીરમાં પુરતા પ્રમાણમાં શોષાશે નહિ.
- પાણીને બદલે કેફીન વધારે આવે તેવા કોલડ્રીંકસ કે વધારે પડતી ચા-કોફી પીશો તો તમારી તબિયતને નુકશાન કરશે.
પાણી પીવાના નિયમો
- ઉકાળીને ઠંડુ થયેલું પાણી પીવું જોઇએ.
- રોજ બેથી અઢી લીટર જેટલું પ્રવાહી જેમાં પાણી, લીંબુનું પાણી (ખાંડ, મીઠા વગરનું) ફ્રુટના રસ-શાકભાજીનો રસ સુપ, દાળ, મગનું પાણી કે દૂધ- છાસ લઇ શકાય.
- પાણી બેસીને પીવું, ઉભા ઉભા પીવાથી ગોઠણના દુઃખાવા થઈ શકે છે.
- હમેશા ચોખ્ખા પાણીની કાચની અથવા ત્રામ્બાની બોટલ સાથે રાખો. પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું નહિ.
- ઉનાળામાં રસવાળા અને વધારે પાણીવાળા ફળો- તરબૂચ- પાઇનેપલ નારંગી, કેરી, ટેટી, દાડમ ખાઓ અને દુધ, કાકડી, પાલક વગેરેનો રસ લો.
- તમારો પેશાબ ચોખ્ખો આછા પીળા રંગનો હોય તો તમે પાણી બરોબર પીધું તેમ ગણાય. ઘેરો-કેસરી- સફેદ ઘાટો પેશાબ થાય તો સમજવું કે પાણી ઓછું પીધું છે.
- ગળામાં સોસ પડે તો તરત પાણી પીઓ.
- ઉતાવળે પૂરતું ચાવ્યા વગર ખોરાક ઉતારી દીધો હોય તો અડધું ખાધા પછી સાવ થોડુંક પાણી પીઓ.
- ખૂબ ખવાઇ ગયું હોય તો એક કલાક પછી પાણી પીવો.
મિત્રો, પાણી પીવામાં અતિરેક કરવાથી પણ સારા પરિણામ આવતા નથી અને ઓછું પાણી પીવાથી પણ સારું થતું નથી. તરસ લાગે ત્યારે પાણી પીવું. પણ સાદું ગોળનું પાણી શાંતિથી પીવું અને દિવસમાં ઉનાળામાં ૩.૫થી ૪ લીટર પ્રવાહી શરીરમાં જાય તે જોવું. અત્યારના મહામારીના સમયમાં અડધા અડધા કલાકે ગાળું ભીનું કરતુ રહેવું. પાણી અમૃત છે અને યોગ્ય રીતે ન પીઓ તો ઝેર પણ છે. સામાન્ય રીતે નવી પેઢીના આપણા બાળકો પાણી ઓછું પીતા હોય છે અને તરસ લાગે તો ફ્રીઝમાંથી ઠંડુ પાણી અને કોલ્ડ્રીંક જ પીતા હોય છે. આ કેટલું ખતરનાક છે તે તેમને સમજાવો.
Also read : કોરોના વાયરસ સામે રક્ષાકવચ છે ગરમ પાણી અને બાષ્પ
very useful 👍🏻