હોમ આઈસોલેશન માં કોરોના પોઝિટિવ દર્દી એ શું ધ્યાન રાખવું જોઈએ?

Home quarantine

કોરોના પોઝિટિવ દર્દી એ હોમ આઈસોલેશન દરમ્યાન શું ધ્યાન રાખવું જોઈએ?

ગુજજુમિત્રો, આજે હું તમને એક અત્યંત મહત્ત્વપૂર્ણ જાણકારી આપવા માગું છું. આજકાલ કોરોના પોઝિટિવ કેસ બહુ જ વધી ગયા છે. સરકારની ગાઈડલાઈન અનુસાર જે દર્દીઓ ના કોરોના લક્ષણો ચિંતાજનક નથી તેમને ઘરે જ quarantine થવાની સલાહ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ Home quarantine દરમ્યાન શું કરવું જરૂરી છે?

શું ડોકટર વિઝિટની જરૂર છે?

હાલમાં મારી પાસે એક whatsapp મેસેજ આવ્યો જેમાં પાટણના એમ. ડી. ફિઝિશ્યિન ડો. અદ્વૈત એન ધોળકિયા દ્વારા આપવામાં આવેલી માહિતી હતી. જેમાં તેમણે જણાવ્યું કે એવા દર્દીઓ કે જે હોમ આઇસોલેશનમાં છે એ લોકોને ડૉક્ટરની વિઝિટની જરૂરિયાત નથી. ઘરે રહીને અમુક જરૂરી બાબતોનું ધ્યાન રાખીને તેઓ ચિન્તામુક્ત રહી શકે છે.

હોમ આઈસોલેશન માં કોને રાખવામાં આવે છે?

ડૉ. ધોળકિયાએ એ ઉદ્દેશ્યથી આ માહિતી શેર કરી છે જેથી જાહેર જનતાની અંદર રહેલો ડર નીકળી શકે અને ઓછા ખર્ચમાં કોરોનામાંથી બચી શકે. હોમમાં આઇસોલેશન એવા દર્દીઓને કરવામાં આવતા હોય છે જેમને કોઈ ઓક્સીજનની જરૂરીયાત હોતી નથી. આઇસોલેશન એટલે અસર થયેલા વ્યક્તિને ઘરની અંદર જ અલગ રૂમમાં રેહવું .

ઓકસીમીટર અને થર્મોમીટર અતિ આવશ્યક

ઓક્સિજન માપવાનું મશીન ખરીદવું જેમાં ઓક્સિજન લેવલ 95 ઉપર એટલે કે 96, 97 જેટલું હોવું જોઈએ. દિવસમાં ત્રણ વખત ચેક કરવાનું રહેશે. એક થર્મોમિટર પણ ખરીદવું જેમાં ટેમ્પરેચર ૯૯ થી નીચે એટલે કે ૯૮.૬, ૯૮..૮ એમ હોવું જોઈએ.

ખાવાપીવામાં શું ધ્યાન રાખવું?

હળવો અને સાદો ખોરાક લો. દિવસમાં ત્રણ વખત ગ્રીન ટી અથવા ગરમ પાણીમાં લીંબુ નાખીને સેવન કરો . તુલસીનાં 5 પાન 5 પલાળેલી બદામ, એક મુઠ્ઠી ફણગાવેલા ચણા, એક મુઠ્ઠી ફણગાવેલા મગ રોજ લેવા સાથે કોઈ પણ મલ્ટિવિટામીનની ટેબ્લેટ ચાલુ રાખવી. પેટ ભરીને સાદો અને પૌષ્ટિક ખોરાક લેવોને ગરમ પાણી પીવું.

કોરોના પોઝિટિવ દર્દી

અચૂકપણે બાષ્પ લેવી

દિવસમાં ત્રણ વખત નાશ લેવી જેમાં ગરમ પાણીમાં અજમો ૧ ચમચી, ૧ ચમચી હળદર નાંખીને નાશ લેવી, નાશ લેવાની રીત ૧૦ વખત નાકથી શ્વાસ લઇ મોઢાથી બહાર કાઢો, ૧૦ વખત મોઢાથી શ્વાસ લઇ નાકથી બહાર કાઢો .

ઘરમાં બીજા સદસ્યો સાથે કેવી રીતે રહેવું?

ઘરમાં રહતા બીજા સદસ્યો જેઓ કોરોના નેગેટીવ હોય તેમની સાથે સાવચેતી થી રહેવું જોઈએ. કોરોના પોઝિટિવ દર્દી એ પોતાના રૂમ થી બહાર ના નીકળવું. ઘરના અન્ય સદસ્યો સાથે વાત કરતી વખતે બંને લોકોએ માસ્ક પહેરી રાખવું. કોરોના પોઝિટિવ દર્દી એ પોતાના રૂમની સફાઈ તેમજ પોતાના કપડાં અને વાસણો જાતે જ ધોવા જોઈએ. શક્ય એટલીવાર હાથ ધુઓ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરો.

Sanitizer

હોસ્પિટલ ક્યારે જવું?

જો તમારું ટેમ્પરેચર 99 ની નીચે છે અને ઓક્સિજન લેવલ 95 ની ઉપર છે કોઈ શ્વાસ લેવામાં તકલીફ નથી કોઈ બીજો પ્રોબ્લમ નથી તો તમારે હોસ્પિટલ જવાની જરૂર નથી. શ્વાસ લેવામાં કોઈપણ પ્રકારે તકલીફ પડતી હોય અથવા ઉપર જણાવેલ પ્રોબ્લેમમાંથી કોઈ પણ લક્ષણો દેખાય તો તમારા ડોકટરનો સંપર્ક કરવો.

ગુજજુમિત્રો, મને આશા છે કે આ પોસ્ટ તમને અને તમારા સ્નેહીજનો માટે બહુ મદદરૂપ સાબિત થશે.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *