પાંચ સરળ ઉપાયો થી કોરોના માં ફેફસા મજબૂત રાખો

કોરોના માં ફેફસા મજબૂત

પાંચ સરળ ઉપાયો થી કોરોના માં ફેફસા મજબૂત રાખો

કોરોનાના મહારાક્ષસને હરાવવા માટે સહુથી અગત્યના આપણા ફેફસા છે. ફેફસાને મજબૂત રાખો તો કોરોના આવીને જતો રહેશે, તમારું કઈં બગાડી નહિ શકે. જયેશભાઈ પટેલ દ્વારા લિખિત આજનો આ અગત્યનો લેખ ફેફસાની કાળજી ઉપર છે, ઘણા સંશોધન પછી લખેલો છે અને ખુબ ઉપયોગી છે. વાંચો, અમલમાં મુકો અને સ્નેહીજનોને મોકલો. કોઈનો જીવ બચાવવામાં તમે પણ નિમિત્ત બની શકો છો.

મિત્રો તમે પણ જાણો છો કે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તેની સામે રક્ષણ મેળવવા માટે લોકો અત્યારે દેશી દવા ની સાથે હોમિયોપેથી અને અન્ય ઉપાયો કરી રહ્યા છે અને તેની સામે જંગ જીતી રહ્યા છે.

ફેફસા
કોરોના ના ટેસ્ટ અને રિપોર્ટ વિષે સરળ ભાષામાં વિગતવાર માહિતી

કોરોના થી લોકોમાં જે ખુબજ ગંભીર અસર જોવા મળે છે તેમાં કોરોના વાઇરસ ફેફસા માં જતા રહે છે અને બધા જ ફેફસા બંધ કરી નાખે છે. ફેફસામાં કફ ન થાય તેની ખુબજ કાળજી રાખવી જોઈએ. ફેફસા હંમેશા ચોખ્ખા રાખવા જોઈએ. તેના માટે વનસ્પતિ તથા અન્ય ઘરેલું ઉપચાર નો ઉપયોગ કરી આ સમસ્યાથી છુટકારો મેળવવો જોઈએ. સાવચેત રહો તો ઓક્સિજનના બાટલા કે રેમડેસીવીર જેવી મોંઘી દવાઓની કોઈ જરૂર નથી.આપણા રસોડામાં, આંગણામાં કે નજીકમાં જ હાજર વસ્તુઓથી તેનો ઈલાજ કેમ થાય છે તે જોઈએ. વાંચો આ સરળ પાંચ ઉપાયો અને કોરોના માં પણ ફેફસા ને મજબૂત રાખો

કોરોના

(૧) ફેફસામાં રહેલા કફને દૂર કરવા માટે મુખ્ય વનસ્પતિ જેવી કે આદુ, અરડૂસી અને તુલસીના પાનને સરખે ભાગે લઈને તેનો ઉપયોગ કરવાથી કફ આસાનાથી દૂર કરી શકાય છે. તેમાં મધ નાખીને આ મિશ્રણ ને 2 વખત લેવાથી ઝડપથી આ કફ દૂર થાય છે. આદુના રસમાં મધ મિક્સ કરીને લેવાથી શરદી, ઉધરસ અને કફ દૂર કરી શકાય છે. તેમજ ફેફસા એકદમ સાફ કરી શકાય છે. જમા થયેલા કફ ને દૂર કરવા માટે તુલસીના પાનને ચાવીને ખાવાથી તેના રસને કારણે કફ દૂર થાય છે. કોરોનાથી બચવા માટે અવશ્ય આ ઉપાય નો ઉપયોગ કરો.

(૨) બીજો ઉપાય છે હળદર. તે એન્ટિસેપ્ટિક અને એન્ટીબેકટેરિયલ હોવાથી કફના રોગો દૂર કરવા માટે ખુબજ ફાયદાકારક છે. હળદર અને મધ અથવા ગોળને મિક્સ કરીને ગોળીઓ બનાવી તેને દિવસમાં 3 વાર ચૂસવાથી પણ આ સમસ્યા માંથી છુટકારો મળે છે. જ્યારે વધુ પડતી ઉધરસ આવતી હોય ત્યારે હળદરને ગરમ પાણી સાથે મિક્સ કરીને પીવાથી તેમાં આરામ મળે. ત્યારબાદ તેને લીંબુ પાણી સાથે લેવાથી પણ ઉધરસ આવતી નથી. જ્યારે પણ સુકી ઉધરસ આવતી હોય ત્યારે સિતોપલાદિ સાથે મધને ચાટવાથી પણ રાહત મળે છે.

Turmeric

(૩) અરડૂસીનાં પાનને ચાવવાથી શરદી, કફ વગેરેમાં રાહત થાય છે. તે ઉપરાંત તાવ જેવી બીમારીઓ દૂર થઈ જાય છે. લીંબુમાં આદુ અને સિંધવ મીઠું નાખીને તે રસ પીવાથી પણ કફનો નાશ થાય છે. તેમાં કોઇપણ પ્રકારનો બરફ નાખવાનો નથી.

(૪) ઘઉંના લોટની ગોળ અને સૂંઠ નાખેલી રાબ બનાવી ગરમ ગરમ પીવાથી પણ ફાયદો કરે છે.ગરમ રાબ નો ઉપયોગ કરવાથી ગળામાં રહેલો કફ છુટો પડી જાય છે. સાંજે જમ્યા પહેલા ગરમ સૂપ પણ પી શકો છો.

(૫) રોજ સવારે એક કલાક સુધી કુમળા તડકામાં બેસવાથી કફના કણો છુટા પડે છે અને જલ્દીથી આરામ મળે છે. ચાલવાનું પણ તડકામાં જ રાખો અને પ્રાણાયામ પણ આ તડકામાં જ કરો.

Statue of Unity

મિત્રો, દિવસો ખરાબ ચાલી રહ્યા છે. તમારો જાત માટેનો અહંકાર (મને તો કઈં થાય જ નહિ) ત્યજી, આળસને પણ ત્યજી સવારે વહેલા ઉઠી યોગ પ્રાણાયામ કરો, કુમળા તડકામાં હાંફ ચડે તેવું થોડું ફાસ્ટ વોકિંગ કરો, ઉપરના આયુર્વેદિક ઉપાયો કરો, સવાર બપોર સાંજ ખાવામાં ગોળનો ભરપૂર (ડાયાબિટીસવાળા મર્યાદિત) ઉપયોગ કરો. ખટમીઠાં ફળોનો એક ગ્લાસ જ્યુસ, લીંબુપાણી, વરિયાળીનું શરબત જરૂર પીઓ. હજુ હોસ્પિટલોમાં સ્થિતિ ગંભીર જ છે અને કોરોના નેગેટિવ થયા પછી પણ ઢગલાબંધ માણસો દિવંગત થઇ જાય છે. સાવધાન રહો, સલામત રહો, સ્વસ્થ રહો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *