આપણે હતા ત્યાં ને ત્યાં…
આપણે હતા ત્યાં ને ત્યાં…
ગુજજુમિત્રો, કોરોનાની બીજી લહેર ની શરૂઆત થઈ ગઈ છે. મહેરબાની કરીને નિયમોનું પાલન કરજો અને સુરક્ષિત રહેજો, સુરક્ષિત રાખજો. આપણે બહુ ધીરજ રાખી છે અને હજીપણ એ સમય નથી આવ્યો જ્યારે આપણે બિન્દાસ થઈને સામાન્ય જનજીવન શરૂ કરી શકીએ. યાદ રાખજો કોરોના થી લડવા માટે આપણી પાસે બે હથિયાર છે : માસ્ક અને સેનિટાઈઝર. ચાલો વાંચીએ આ કવિતા અને જાગરૂક રહીએ આપણી જવાબદારીઓ પ્રત્યે.
દંડ ભર્યા, ડંડા ખાધા
માસ્ક પહેરીને
માંડ બચ્યા, ત્યાં
ફરી હતા ત્યાં ને ત્યાં !
????
ઘરની તાજી રોટલી છોડી
રેસ્ટોરન્ટની વાસી પોચી
સેન્ડવીચ માંડ ખાધી ત્યાં
ફરી હતા ત્યાં ને ત્યાં … !
????
બર્મૂડા છોડી, પેન્ટ પહેર્યાં
વાઇફથી છૂટી, બોસના શરણે
માંડ હજી ગયા’તા, ત્યાં
ફરી હતા ત્યાં ને ત્યાં… !
????
ફાંદ વધેલી હરી ભરી
વિના ડાયેટિંગ, વિના કસરતે
માંડ થોડી ઘટાડી, ત્યાં
ફરી હતા ત્યાં ને ત્યાં…!
????
અડધી ચા, ફૂટપાથની કિટલી
પાણીપુરી ને તીખી દાબેલી
મોજ સડકની માંડ માણી, ત્યાં
ફરી હતા ત્યાં ને ત્યાં…!
????
ઓનલાઇન ભણતર
ઑફ કરીને
કોલેજનો વિરહ
ડ્રોપ કરીને
માંડ કેન્ટિનમાં મહેફિલ માંડી
પણ હતા ત્યાં ને ત્યાં !
આ પણ વાંચો : કોરોના પોઝિટિવ દર્દીઓ માટે જાણવા જેવી અગત્યની માહિતી
????
મોલમાં જઈને લટાર મારતા
ગાર્ડનમાં બે ગપાટા,
હાઈવે ઉપર લોંગ-ડ્રાઈવ
સોસાયટીમાં બે આંટા
બાંધેલા પગ માંડ છૂટ્યા, ત્યાં
ફરી હતા ત્યાં ને ત્યાં…!
????
વોટ આપીને હરખાયા
કે લોકશાહીને ટકાવી
લારી ગલ્લા પાથરણાંએ
આઝાદી માંડ ચાખી, ત્યાં
આપણે હતા ત્યાં ને ત્યાં…!
????
Read : Coronavirus Update (Live)