સ્ત્રીને પગમાં ઝાંઝર જ ગમે, ના ટ્રેકિંગશૂઝ પણ ગમે
સ્ત્રીને પગમાં ઝાંઝર જ ગમે, ના ટ્રેકિંગશૂઝ પણ ગમે
સ્ત્રીને તો પગમાં ઝાંઝર ગમે,
ના, મને તો ટ્રેકિંગશૂઝ પણ ગમે..
કોઈ પૂછો તો ખરા..
❤️સ્ત્રીને તો કાયમ ઘરમાં ગમે,
ના,મને તો પહાડોની કંદરામાં ખોવાઈ જવું પણ ગમે..
કોઈ પૂછો તો ખરા…
❤️સ્ત્રીને તો હાથમાં કંગન અને રિંગ ગમે,
ના,મને તો ફાઇલ અને પેન પણ ગમે…
કોઈ પૂછો તો ખરા..
❤️સ્ત્રીને તો ટીવી સિરિયલો જોવી બહુ ગમે,…..
ના…., મને તો પ્રોજેક્ટર પર સમજાવવું પણ ગમે..
કોઈ પૂછો તો ખરા…
❤️વીત્યો જમાનો બદલાઈ ગઈ વ્યાખ્યા,
હવે આભૂષણ, ઘર, પોષાક નહિ,
સ્ત્રીને જોઈએ છે પોતાની ઓળખ અને અસ્તિત્વ…
કોઈ જુઓ તો ખરા…..
❤️વાદળ નું પણ કેવું?
બિલકુલ સ્ત્રી જેવું…
👉બંધાવું …. વરસવું અને વિખરાઈ જવું…… ઝીલવાની પાત્રતા સામે હોય કે ન હોય…. પણ આપી દીધાનો સંતોષ અદભુત હોય છે સ્ત્રીને…
ન આશ… ન પ્યાસ… થોડો વિશ્વાસ ને ખાસ અહેસાસ🙏
❤️આ છે સ્ત્રી…સ્ત્રી….
💕જેને સમજવા જશો તો એ ગ્રંથ લાગશે…. પણ…. એની સાથે જીવશો ને તો…. એ વસંત લાગશે….