કોરોના પોઝિટિવ દર્દીઓ માટે જાણવા જેવી અગત્યની માહિતી
ગુજજુમિત્રો, આજે હું તમને કોરોના પોઝિટિવ દર્દીઓ માટે જાણવા જેવી અગત્યની માહિતી જણાવવા માગું છું. જો તમે નીચે જણાવેલી માહિતી નું ધ્યાન રાખશો તો ગભરાવવાની કોઈ જરૂર નથી. ભારતમાં રીકવરી રેટ બહુ સારો છે તેનું કારણ છે આપણાં લોકોનું જાગરૂક જીવન અને લાઈફસ્ટાઈલ. મને આશા છે કે આ બ્લોગ તમને મદદરૂપ થશે.
- ઓક્સિજન લેવલ-૯૮ રહેવું જોઇએ
- પલ્સ 75 ની આસપાસ રહેવા જોઇએ
- રિપોર્ટમાં CRP 0-10 normal આવવો જોઇએ. (આ રીપોર્ટ શરીરના અંદરના ભાગમાં વાયરસ કેટલી જગ્યાએ અસર કરે છે તે બતાવે છે.)
- D-Dimer 500 રહેવો જોઇએ (આ રીપોર્ટ શરીરમાં લોહી કેટલુ જાડું છે એ બતાવે છે. જો 500+ આવે તો લોહી પાતળુ કરવાના ઇંજેક્શન આપે છે.) WBC count 4000-10000 રહેવા જોઇએ
- Platelet (પ્લટેલેટ) count 150000-400000 રહેવા જોઇએ
- સતત વિટામીન C થી ભરપુર ખોરાક ખાવાનો (સંતરા-મોસંબી વધારે પ્રમાણમાં લેવા)
- શક્ય હોય તો 24 કલાકમાંથી 4 કલાક છાતી જમીનના ભાગ બાજુ રાખી ઉંધા સૂઇ ઉંડા શ્વાસ લેવા..જે એકદમ વેન્ટીલેશન જેવું કામ કરે છે.
- કપાલભાતી અને અનુલોમ વિલોમ કરવા
- ભૂખ્યાપેટે ના રહેવું અને ઉપવાસ તો બિલકુલ ના કરવા..
- શક્ય હોય તેટલુ ગરમ પાણી પીવું..શરીરમાં પાણીની કમી ન આવવી જોઇએ.
એક ખાસ વાત કે દવાઓ કરતા પણ શારીરિક કસરતો બહુ જ સારા એવા પ્રમાણમાં અસર કરે છે, એ બિલકુલ ભુલવા જેવું નથી.
Read more post here : કોરોના થી બચવા માટે ૧૫ વાતો નું ધ્યાન રાખો