ફરિયાદ વિના જીવન ખર્ચી નાખતા પિતા વિશે બે શબ્દો

પિતા વિશે શબ્દો

ફરિયાદ વિના જીવન ખર્ચી નાખતા પિતા વિશે બે શબ્દો

જે લોકો પોતાના પરિવાર માટે 23 વર્ષ થી 56 વર્ષ કમાવવા માં વ્યસ્ત રહે છે, એ પિતા વિશે બે શબ્દો. આજે તેમને સમર્પિત છે આ નાનકડી રચના!

કેવી રીતે 23 વર્ષ થી 56 વર્ષ
ની આ સફર પુરી કરી
ખબર જ ના પડી

શુ પામ્યા શુ ગુમાવ્યું
ખબર જ ન પડી

બચપણ ગયુ
ગઈ જવાની
ક્યારે પ્રોઢઃ થયા
ખબર જ ના પડી

કાલ સુધી તો દીકરો હતો,
ક્યારે સસરો થયો
ખબર જ ના પડી

કોઈ કહેતું ડફોળ છે
કોઈ કહતું હોશિયાર છે
શુ સાચું હતું
ખબર જ ના પડી

પહેલા માં બાપ નુ ચાલ્યું
પછી પત્ની નુ ચાલ્યું
પછી ચાલ્યું છોકરાઓ નુ
મારું ક્યારે ચાલ્યું
ખબર જ ના પડી

દિલ કહે છે હજુ જવાન છુ,
ઉમ્ર કહે છે સાવ નાદાન છુ
બસ આ જ ચક્કર માં કયારે
પગ ઘસાઈ ગયા
ખબર જ ના પડી

વાળ જતા રહ્યા
ગાલ લબડી ગયા
ચશ્માં આવી ગયા
કયારે સુરત બદલાઈ ગયી
ખબર જ ના પડી

કાલ સુધી કુટુંબ જોડે હતા
કયારે કુટુંબ વિખરાયો
કયારે નજીક ના દૂર ગયા
ખબર જ ના પડી

ભાઈ બહેન સગા સબંધી
ટાણે ત્યોહારે ભેગા મળે
ક્યારે ખુશ થઈ ઉદાસ જિંદગી
ખબર જ ના પડી

જીંદગી ને જી ભરી જીવી લે
પછી ન કહેતો કે…………
ખબર જ ના પડી

તલનું તેલ એટલે પૃથ્વીનું અમૃત : જાણો રહસ્ય

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *