જામનગરના વૈદ્યરાજ ઝંડુ ભટ્ટ

જામનગરના વૈદ્યરાજ ઝંડુ ભટ્ટ

જામનગરના વૈદ્યરાજ ઝંડુ ભટ્ટ

આપણું ભાવનગર અને ખાસ કરીને વલભીપુર તાલુકાના પચ્છેગામ. આયુર્વેદિક ક્ષેત્રમાં છેક વલભી વિદ્યાપીઠના ઈસુ પૂર્વેના સમયથી આયુર્વેદિક વૈદક પરંપરામાં ખુબ જાણીતું હતું. ગુજરાતીઓની પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી ને ઝવર ની બીમારી થતા નડિયાદથી ભાવનગર આવેલા ને તેને સારવાર કરાવેલી અને તે સમયગાળામાં એટલે કે લગભગ છ મહિના સુધી અહીં રોકાયેલા અને ગુજરાતીઓને સરસ્વતીચંદ્ર નામની નવલકથા પ્રાપ્ત થઈ. આજે આપણે જામનગરના વૈદ્યરાજ ઝંડુ ભટ્ટ ની વાત કરીએ.

પરિચય

ઝંડુ ભટ્ટજી નો જન્મ સન ૧૮૩૧ માં થયો હતો અને તેમનો સ્વર્ગવાસ સન ૧૯૫૪ માં. તેમનું પૂરું નામ હતું કરુણાશંકર વિઠ્ઠલ જી ભટ્ટ હતું. તેમના પિતાજી, વિઠ્ઠલ જી જામનગરના રાજવૈદ્ય હતા. જ્યારે તેઓ નાના હતા ત્યારે કોઈ બાધા ને કારણે તેમના વાળ કાપ્યા નહોતા. માથા પર વાળના ઝુંડ ને જોઈને લોકો ઝંડુ બોલાવવા લાગ્યા અને તે જ તેમનું નામ થઈ ગયું.

પ્રખ્યાત આયુર્વેદિક કંપની

ડાબર અને ઝંડુ આયુર્વેદિક દવા માટેના જાણીતા નામ છે. ડાબર આંબલા તેલ કે ઝંડુનું સુદર્શન ચૂર્ણ તો ઘેરઘેર પહોંચી ગયા છે . બીજા વિશ્વયુધ્ધ વેળા ફાટી નીકળેલા મેલેરિયાને કાબુમાં લેવા , પીળા ડબલમાં આવતા ઝંડુ ના સુદર્શન ચુર્ણએ મહત્વનો ભાગ ભજવેલ, પણ આ ડાબર અને ઝંડુ નામ આવ્યા ક્યાંથી ? ડાબર અને ઝંડુ વર્ષો જૂની કંપની છે એ ઓછાને ખ્યાલ હશે.

જામનગરના વૈદ્યરાજ ઝંડુ ભટ્ટ

પિતાજી રાજવૈદ્ય હતા

વર્ષોથી ભાવનગરના પ્રશ્નોરા નાગરમાં ઘણા વૈદક જાણતા અને આર્યુવેદના જાણકાર હતા. ઘણા રાજવૈદ્યનું બિરુદ પણ પામ્યા. એવા જ એક ગૃહસ્થ વિઠ્ઠલ ભટ્ટજી ભાવનગર ના જે જામનગરના રાજવી જામ રણમલના ફેમિલી ફિઝિશિયન હતા. તેઓને આર્યુવેદનું અદભુત જ્ઞાન હતું અને તે બધું વારસામાં પુત્ર કરુણાશંકરને મળ્યું બાપ કરતા બેટો સવાયો નીકળ્યો. તેનું વાંચન વિશાળ અને આર્યુવેદ ક્ષેત્રે નવી નવી દવાઓ બનાવવામાં માહીર હતા કરુણાશંકર ભટ્ટ , ઝંડુ ભટ્ટજીના નામથી જાણીતા હતા.

રસશાળા ને સ્થાપના

તેમના કાર્યથી પ્રસન્ન થઇ જામનગરના રાજવીએ થોડી જમીન તેને આપી ત્યાં ઔષધ બનાવવાની રસશાળા 1864 માં સ્થાપી. આ રસશાળામાં ઝંડુ ભટ્ટજીએ ચ્યવનપ્રાશ અવલેહ અનેક વિધ ,સંશમનીવટી જેવી દવાઓ પહેલી વાર બનાવી. આ ઉપરાંત કેટલાક હઠીલા દર્દો માટે દવાઓનું સંશોધન કર્યું. આ રસશાળામાં બનતી દવા ઝંડુની ની દવા તરીકે જાણીતી બની. ઝંડુભટ્ટ ના પૌત્ર જુગતરામ વૈદ્ય પણ આર્યુવેદના મહાજ્ઞાની હતા. તેઓનું સુશ્રુત અને ચરક સહીંતાનું સારું જ્ઞાન હતું તેઓ દાદાની રસશાળા સંભાળતા.

જન્મ થયો ઝંડુ ફાર્મા કંપનીનો

ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી , ઝંડુ ભટ્ટજીની પુત્રી રમાને પરણેલા. તેઓ ભાવનગરના દીવાન બનતા પહેલા ને રાજકોટ રાજકુમાર કોલેજમાં પ્રદયાપક હતા,, ત્યાંના અંગ્રેજ પ્રોફેસર પાસે તેને પોતાના સાળાના પુત્ર જુગતરામ વૈદ્યને કેમિસ્ટ્રી અને ફાર્મેકોલોજીનું જ્ઞાન અપાવ્યું ,અને પછી , આ ફુવા -ભત્રીજાએ સાથે મળી 1910માં મુંબઈમાં આર્યુવેદિક દવાની ફેક્ટરી નાંખી અને નામ આપ્યું – ઝંડુ ફાર્માસ્યુટિકલ વર્કસ.-જે સમગ્ર ભારતમાં તેની આયુવેદિક દવા માટે નંબર વન કંપની બની -આજે પણ તેની સહયોગી કંપનીની પ્રોડક્ટ મહાસુદર્શન ચૂર્ણ અને સુદર્શન ઘનવટી નો ડંકો વાગે છે આમ ઝંડુ કંપની નું બીજ ગુજરાતમાં નંખાયેલ છે.

ઝંડુ ભટ્ટ ની શેરી

આ જામનગર ના ઝંડુ ભટ્ટ જે વિસ્તારમાં વસવાટ કરતા હતા તે વિસ્તાર સેન્ટ્રલ બેન્ક સામે,ખારવા ચકલા રોડ પર ઝંડુ ભટ્ટ ની શેરી આવેલ છે. આ હતાં નવાનગર નું હિર એવા ઝંડુ ભટ્ટ દ્વારા શરૂ કરાયેલી પ્રાચીન આયુર્વેદ દવાઓને વિશ્વમાં વહેતી કરી જામનગર નું નામ રોશન કરેલ છે.

Also read : શું તમે તમારા પતિથી સુખી છો? – વાંચો સચોટ જવાબ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *