ધીમે ચાલ જિંદગી મારાથી હાંફી જવાય છે

કોઈ નું મૂલ્ય ઓછું ના સમજતા

ગુજજુમિત્રો, હાલમાં મેં એક બહુ હૃદયસ્પર્શી કવિતા વાંચી. તેના રચયિતા તો અજાણ છે પરંતુ તેના શબ્દો વાંચીને તમને થશે કે આ કવિતા તમારી જ રચના છે. ચાલો, વાંચીએ ધીમે ચાલ જિંદગી!

ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે.

તું દોડતી જાય છે ને
મારાથી ચલાતું પણ નથી,
માટે
ધીમે ચાલ એ જીંદગી
મારાથી હાંફી જવાય છે.

ઘણા બધા સપનાઓ છે
મારી આંખોમાં,
થોડાક તેં બતાવેલા,
થોડાક મેં સંઘરેલાં.

કેટલાક સબંધો છે
મારી સાથે જોડાયેલા,
ઘણા ઈશ્વરે આપેલા,
ને થોડા મેં બનાવેલા,

એ બધા મારાથી
છૂટી ન જાય એ માટે
ધીમે ચાલ જીંદગી
મારાથી હાંફી જવાય છે.

કેટલીક લાગણીઓ છે
હૃદયમાં,
ઘણી બધી ગમતી
થોડીઘણી અણગમતી,

કેટલીક જવાબદારીઓ છે,
થોડીક જબરદસ્તી થોપેલી,
થોડીક મેં સ્વીકારેલી,

એ બધાનો ભાર ઉંચકીને
ચાલી શકું એ માટે
ધીમે ચાલ જીંદગી
મારાથી હાંફી જવાય છે.

કેટલાકના હૃદયમાં
સ્થાન બનાવવું છે,
ને ઘણાયનું હૃદયમાં
સ્થાન ટકાવવું છે,

કુદરતની સુંદરતાને માણવી છે,
ને કંઈક કરી બતાવવું છે,

જવાબદારીઓ સાથે મારા સપના
પણ પુરા કરી શકું
એ માટે
ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે.

કોઈને કડવાશથી યાદ કરું
એવા વ્યવહાર ટાળ્યા છે,
લોકોના હૃદયમાં હંમેશા
મુસ્કુરાતી યાદ બનીને રહું
એવા પ્રયત્ન કર્યા છે,

ભૂલથી પણ
કોઈના હૃદયને ઠેસ ન પહોંચે
એવી પ્રાર્થના કરી છે,

એ પ્રાર્થનાને
વાસ્તવિકતામાં
જોઈ શકું એ માટે
ધીમે ચાલ જીંદગી
મારાથી હાંફી જવાય છે.

રેતની જેમ સમય
મુઠ્ઠી માંથી સરકે છે,
આજે સાથે ચાલીએ છીએ
કાલે સાથ છૂટી જાય,

મને મારી મંઝીલ સુધી પહોંચાડજે!!!
ધીમે ચાલ જિંદગી
મારાથી હાંફી જવાય છે !!

You may also like...

1 Response

  1. Rita says:

    બહુ ઉપયોગી માહિતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *