પ્રભુને મારી પ્રાર્થના

પ્રભુને મારી પ્રાર્થના

હે પ્રભુ
મારી બસ
આટલી જ પ્રાર્થના છે કે

સફળતા નહિ આપે
તો ચાલશે ,
નિષ્ફળતાને
ધીરજથી પચાવતા
શીખવાડજે …

padma

ધનદોલત નહિ
આપે તો ચાલશે ,
કોઇ ગરીબને
પ્રેમથી ગળે મળતા
શીખવાડજે …

બહુ પ્રસિધ્ધિ નહિ
આપે તો ચાલશે ,
કોઇ અજાણ્યાને
પોતાનો ગણતા
શીખવાડજે …

વધુ આયુષ્ય નહિ
આપે તો ચાલશે ,
સુંદર રીતે જીવીને ,
સુંદર રીતે મરતા
શીખવાડજે …

હે પ્રભુ મારી તમને એ જ પ્રાર્થના છે કે

સારી વાક્છટા નહિ
આપે તો ચાલશે ,
ખરાબ બોલતા
પહેલા ડરતા
શીખવાડજે …

સારૂ શરીર સૌષ્ઠવ
નહિ આપે તો ચાલશે ,
ભારોભાર અન્યાય
સામે લડતા
શીખવાડજે …

બહુ બુધ્ધિ નહિ
આપે તો ચાલશે ,
જેટલી છે એ સારી
રીતે વાપરતા
શીખવાડે …

ઉડવા માટે પાંખો
નહિ આપે તો ચાલશે ,
કોઇના દિલમાં ખૂબ
ઊંડા ઉતરતા
શીખવાડજે …

Read more poems here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *