તમે મને બહુ ગમો છો, ખુલ્લે આમ કહી દીધું
તમે મને બહુ ગમો છો, ખુલ્લે આમ કહી દીધું
કહી દીધું મેં તો સાવ, ખુલ્લે આમ કહી દીધું,
તમે મને બહુ ગમો છો જાવ, ખુલ્લે આમ કહી દીધું.
નથી આવડતા કોઈ દાવ, ખુલ્લે આમ કહી દીધું,
નગરમાં દાંડિયુ પિટાવ, ખુલ્લે આમ કહી દીધું.
પછી મારા ગુલાબી શર્ટને ઇલ્ઝામ તું દેજે,
તું તારી આંખને સમજાવ, ખુલ્લે આમ કહી દીધું.
તારી આંખનાં વમળોમાં ડૂબી છે ડૂબાડી છે,
મેં સપનાં ભરેલી નાવ, ખુલ્લે આમ કહી દીધું.
તું મળવાની બાબતમાં બહુ કંજૂસ થઈ ગઈ છો,
હું થાક્યો કરીને રાવ, ખુલ્લે આમ કહી દીધું.
અમે ખુદને જ ખુદમાંથી ઉઠાવી ચાલતા થાશું,
પછી પૂછશે નહીં કો’ ભાવ, ખુલ્લે આમ કહી દીધું.
Also read : શિયાળામાં કયો દેશી ખોરાક ખાવો જોઈએ?