કૃષ્ણ કહો કે શિવ

કૃષ્ણ કહો કે શિવ

કૃષ્ણ કહો કે શિવ

શ્રાવણી સોમવાર ને
સાથે જન્માષ્ટમી.

કૃષ્ણ અને શિવ જાણે સાથે.
હરિહર આવ્યા હોય સાથે.
નટરાજ અને નટવર.

એક શેષનાગની ફેણ પર નાચે,
જ્યારે બીજો તાંડવ કે પ્રદોષ.!
એક શેષનાગને નાથે,
બીજો એને ગળાનો હાર
બનાવી પહેરે..!

કૃષ્ણ કહો કે શિવ
કૃષ્ણ રાસ રચયિતાને
શિવ સમાધિ લગાવે.

એક પૂતનાનું ઝેર શોષે,
બીજો કાલકૂટ કંઠે ધરે..!
કાનો ગાયોને ચરાવેને,
શિવ નંદીને સ્વીકારે.

કૃષ્ણ વાંસળી વગાડેને ,
ગોપી શાન ભાન ભૂલે..!
શિવ શંખ, ભેરીને મૃદંગ,
ભૂત-પ્રેતને પિશાચ નાચે.

શિવમંદિરે આજે “હર હર મહાદેવ “ને,
કૃષ્ણમંદિરે “નંદ ઘેર આનંદ ભયો”
જીવને શરણ શિવનું!
જીવને શરણ કૃષ્ણનું!

Also read : શ્રી કૃષ્ણ ભગવાન વિષે ખૂબ જ રસપ્રદ ૭૮ જાણકારી

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *