વીતેલા દિવસો પાછા આવે તો!

પગમાં ચંપલ નહોતી મળતી

વીતેલા દિવસો પાછા આવે તો!

ગુજજુમિત્રો, આજે મને એક બહુ સરસ મજાની કવિતા વાંચવા મળી. આ કવિતામાં છે બાળપણની નાદાની અને મસ્તી. આ કવિતામાં છે જીવનની સાદગી અને ભૂતકાળની યાદો. શુંં તમને યાદ છે દફતર લઈને સ્કૂલમાં જવું અને રીસેસ ની વિશેષ ઉજાણી? ચાલો આજે હું તમને બાલ્યાવસ્થાની મુલાકાત કરાવું.

વીતેલા દિવસો પાછા આવે તો,
એકવાર કલ્પના તો કરી જુઓ.

દફતર લઈને દોડવું
તૂટેલી ચપ્પલ નું જોડવું
નાશ્તા ના ડબ્બાઓ
શર્ટ પર સહીના ધબ્બાઓ
ખોબે ખોબે પીવાતું પાણી
રીસેસ ની વિશેષ ઉજાણી

બેફામ રમાતા પકડ દાવ
ઘૂંટણ એ પડતા આછા ઘાવ
બાયોં થી લુંછાતા ચેહરા
શેરીઓમાં અસંખ્ય ફેરાં
ઉતરાયણ ની રાત જાગી
પકડાયલા પતંગ ની ભાગી

ભાડાં ની સાયકલ નાં ફેરાં
મહોલ્લાના ઓટલા પર ડેરા
મંજી ની રેલમ છેલ
ગીલ્લી ડંડા નો એ ખેલ
ચાર ઠીકડી ને આટા પાટા
લાઈટના થાંભલે ગામગપાટા
વરસાદે ભરપૂર પલળવું
ખુલ્લા પગે રખડવું

બોર આમલી નાં ચટાકા
પીઠ પર માસ્તર ના ફટાકા
બિન્દાસ્ત ઉજવાતું વેકેશન
ના ટ્યુશન ના ટેન્શન

વાત સાચી લાગી
કે નહિ મિત્રો
બધું ભૂલાઈ ગયું
આ મોર્ડન લાઈફ ની લાઇન માં
કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે?

જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે
માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા;
કે ઉડવા માટે પાંખ છે એ જ ભૂલી ગયા!!

ગુજજુમિત્રો, જો તમને આ કવિતા ગમી હોય તો તેની લીંકને તમારા સ્કૂલના જૂના મિત્રો અને અન્ય સ્નેહીજનોને અવશ્ય મોકલવાજો. અને દરરોજ એક નવા પોસ્ટને વાંચવા માટે ગુજજુમિત્રો બ્લોગની મુલાકાત દરરોજ લેતા રહેજો. અમારા બ્લોગમાં માત્ર કવિતાઓ જ નહીં પણ ગુજરાતી જોક્સ, વાર્તાઓ, તંદુરસ્તીનાં રહસ્યો અને ધાર્મિક લેખો પણ વાંચવા મળશે.

Read more poem here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *