વડવા ના છાંયડા જેવી છે વડીલો ની છત્રછાયા

વડવા ના છાંયડા જેવી છે વડીલો ની છત્રછાયા

વડવા ના છાંયડા જેવી છે વડીલો ની છત્રછાયા

હળવાશથી વાંચીને
ગંભીરતાથી વિચારીએ…..!

એક એવી પેઢી ચાલી જશે…

જે…..

ઘરમાં ટી સર્ટ- ચડી ને બદલે
ઝભ્ભો-લેધો પહેરવા વાળા છે..,

ગાડી પોસાય છતાં
બસમાં ફરવા વાળા છે…..,

ઘરના દરેક જણ જમ્યા
કે નહીં તેનું ધ્યાન
રાખવા વાળા છે…..,

ન જોઈતી લાઈટ અને
પંખા બંધ કરવા વાળા છે..,

તુટેલા સ્લીપરની
પટ્ટી બદલાવી
ચાલવા વાળા છે…..,

હોટેલો છોડી રેક્ડીની
કટીંગ ચાય પીવા વાળા છે…..,

ત્રિફળા ને સુદેર્શન
લેવા વાળા છે…..,

દવા ને બદલે કાઢો –
કરિયાતું પીવા વાળા છે…..,

બેન્કમાં થોડા પૈસા ભરી
પાસબુક જોવા વાળા છે…..,

લાઈટ ને ટેક્સના બિલો
ઓનલાઈન ના ભરતાં,
રૂબરૂ ભરી રસીદ લઈ
ફાઈલ કરવા વાળા છે…..,

સંતાનો માટે બધી જ
બચત ખર્ચવા વાળા છે…..,

ટુથપેસ્ટ છોકરાઓ
કાઢી નાખે પછી પક્કડથી
ટુથપેસ્ટ કાઢી અઠવાડિયું
ચલાવવા વાળા છે…..,

રાત્રે દિકરા-દિકરી
ઘરમાં ના આવે ત્યાં સુધી
ઘરમાં આંટા મારનારા છે…..

આવી અનેક આદતો ધરાવતા
વડીલો પછી જોવા નહીં મળે…..!

વડીલો ની છત્રછાયા

વડવા ના છાંયડા જેવી છે

ચાલો, એમને સાચવી લઈએ…..!

Also read : લક્ષ્મીની પ્રાપ્તિ માટે ૪૦ સરળ ઉપાયો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *