અમે ચાંદો સૂરજ રમતા’તા : બાળપણ ની યાદો

બાળપણ નો યાદગાર અનુભવ

ગુજજુમિત્રો, ચાલો આજે બાળપણ ની યાદો ની વાત કરીએ. શું તમને આ ગીત યાદ છે જે આપણે હંમેશા ગણગણતા હતા?

અમે ચાંદો સૂરજ રમતા’તા,
રમતાં રમતાં કોડી જડી !
કોડીનાં મે ચીભડાં લીધાં,
ચીભડે મને બી દીધાં !
બી બધાં મે વાડમાં નાખ્યાં,
વાડે મને વેલો આપ્યો !
વેલો મેં ગાયને નીર્યો,
ગાયે મને દૂધ આપ્યું !
દૂધ મેં મોરને
મોરે મને પીછું આપ્યું !

બાળપણ ની યાદો
બાળપણ ની યાદો


પીંછુ મેં બાદશાહને આપ્યું,
બાદશાહે મને ઘોડો આપ્યો !
ઘોડો મેં બાવળિયે બાંધ્યો,
બાવળે મને શૂળ આપી !
શૂળ મેં ટીંબે ખોસી,
ટીંબે મને માટી આપી !
માટી મેં કુંભારને આપી,
કુંભારે મને ઘડો આપ્યો !
ઘડો મેં કૂવાને આપ્યો,
કૂવાએ મને પાણી આપ્યું !
પાણી મેં છોડને પાયું,
છોડે મને ફૂલ આપ્યાં !
ફુલ મેં પૂજારીને આપ્યા,
પૂજારીએ મને પ્રસાદ આપ્યો !
પ્રસાદ મેં બાને આપ્યો,
બાએ મને લાડવો આપ્યો !
એ લાડવો હું ખાઈ ગ્યો,
ને હું આવડો મોટો થઈ ગ્યો !

Also read : શું તમે તમારા પતિથી સુખી છો? – વાંચો સચોટ જવાબ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *