રૂબરૂ આવવું પડશે
રૂબરૂ આવવું પડશે
True Caller થી contact
નંબર કદાચ તું શોધી શકીશ..
પણ કોફી પી ને વાત કરવા
તો રૂબરૂ આવવું પડશે..
Google Map માં
Location મારૂં
શોધી શકીશ..
પણ ખભે રાખવા માથું,
તો રૂબરૂ આવવું પડશે..
Instagram પર સ્ટોરી મારી
રોજ રોજ જોઈ શકીશ..
પણ લાગણી જોવા તો મારી
રૂબરૂ આવવું પડશે..
What’sApp પર Emojis
થી હસી-રડી શકીશ..
પણ હર્ષના આંસુ વહેંચવા
તો રૂબરૂ આવવું પડશે..
Facebook પર Post ને
Like-comment કરી શકીશ,
પણ પીઠ મારી થાબડવા તો
રૂબરૂ આવવું પડશે..
Zoom પર કલાકો સુધી
Video call કરી શકીશ,
પણ ગળે મળવા તો દોસ્ત
રૂબરૂ જ આવવું પડશે…