ફૂલ બનીશ તો કચડાઈ જઈશ, કાંટો બનીશ તો બળી જઈશ!
ફૂલ બનીશ તો કચડાઈ જઈશ, કાંટો બનીશ તો બળી જઈશ!
ફૂલ બનીશ તો કચડાઈ જઈશ ,
કાંટો બનીશ તો બળી જઈશ .
તો લાવ ને ફોરમ જ બની જાઉં ,
ચારેકોર મહેકાઈ તો જઈશ .
ઢોલક બનીશ તો પીટાઈ જઈશ ,
હાર્મોનિયમ બનીશ તો બજાઈ જઈશ ,
તો લાવ ને સૂર જ બની જાઉં ,
સૌ ના દિલ માં છવાઈ તો જઈશ .
ભૂત બનીશ તો ભૂલી જઈશ ,
ભવિષ્ય બનીશ તો ભખાઈ જઈશ ,
તો ચાલ ને વર્તમાન જ બની જાઉં ,
સૌ ની સાથે તો રહીશ .
દૈત્ય બનીશ તો મરાઇ જઈશ ,
દેવ બનીશ તો પૂજાઈ જઈશ ,
તો લાવ ને માનવ જ બની જાઉં
સૌ ની વચ્ચે તો રહીશ .
વાંસળી બનીશ તો ફૂંકાઈ જઈશ ,
સુદર્શન બનીશ તો ફેંકાઇ જઈશ,
તો લાવ ને મોરપિચ્છ જ બની જાઉં ,
’શ્યામ’ ના મસ્તકે તો રહીશ.
આ પણ વાંચો : સ્ત્રી ના વખાણ કરીએ એટલા ઓછા : નારી તું નારાયણી