પહેલી વાર જોયો છે

પહેલી વાર જોયો છે…

પહેલી વાર જોયો છે

પ્રકૃતિની સાથે ખેલ કરતા
નિર્દયી માણસને જોયો હતો,
ને પછી એ જ માણસને
આજે ઓક્સિજન માટે
ઠેર ઠેર ભટકતાં જોયો છે.

સૂકાં લાકડાં નથી કંઈ કામનાં,
એવું કહેતા માણસને આજે
લીલાં લાકડે બળતાં જોયો છે.

કોઈના બાપથી નથી બીતો
એવું બોલતા માણસને આજે
ઘર બહાર નીકળતાં પણ
બીતાં જોયો છે.

રસ્તા સુમસામ
ને સ્મશાને ટ્રાફિક જામ છે.
ઘરમાં ચાર પાંચ ગાડીવાળાને પણ
એમ્બ્યુલન્સની રાહ જોતાં જોયો છે.

જન્મની વધામણીના પૈસા લેતા
માણસને તો ઘણી વાર જોયો હતો,
પણ અંતિમવિધિ માટે પણ
પૈસા લેતા માણસને
આજે પહેલી વાર જોયો છે.

દર મહિને બોડી ચેકઅપ
કરાવતા માણસને આજે
શેરીમાં રિપોર્ટ કરાવતાં જોયો છે.

પૈસા પાછળ દોડતા માણસને
પૈસા હોવા છતાં પણ
હોસ્પિટલની બહાર
બાટલા ચડાવતાં જોયો છે.

માણસને તો માણસાઈ ભૂલતાં
ઘણી વાર જોયો હતો,
પણ ઇશ્વરને ઈશ્વરપણું ભૂલતાં
આજે પહેલીવાર જોયો છે.

માનું કે ભગવાન…!!!
ભૂલ હશે જ અમારી,
પણ હવે તો તું મદદે
આવ અમારી!!!

માનવજાત પર આટલો
રૂઠેલો ભગવાન
પહેલી વાર જોયો છે…!!!

આપણાં સ્કૂલની જૂની યાદો…

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *