શું તમે ભારતના ઇતિહાસ ને જાણો છો?
શું તમે ભારતના ઇતિહાસ ને જાણો છો?
ગુજજુમિત્રો, શું તમે ભારતના ઇતિહાસ ને જાણો છો? અહીં કેટલાક સવાલો આપેલ છે. તેની સાથે નીચે કેટલાંક વિકલ્પો પણ આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. નીચે સંભવિત સાચા ઉત્તરો આપેલ પણ છે. કેટલાં જવાબ સાચા મળ્યાં? જો ૧૦ માંથી ૬ જવાબ સાચા હોય તો તમે આપણી આઝાદી વિષેના ઇતિહાસને સારી રીતે સમજો છો. જો તમને ૧૦ માંથી ૩ કે તેનાથી ઓછા અંક મળે તો સમજી લો કે તમે ભારત માતા ને જાણતા જ નથી અને તમારે ઇતિહાસ ને જાણવાની જરૂર છે.
- આઝાદી માટે કઈ તારીખે મુસદ્દો જાહેર થયો?
a. 14 ઑગસ્ટ, 1947
b. 15 ઑગસ્ટ 1947
c. 26 જાન્યુઆરી, 1950
d. 3 જૂન 1947 - આ મુસદ્દો ચર્ચવામાં જે સમિતિ હતી તેમ કોણ ન હતું?
a. ગાંધીજી
b. સરદાર પટેલ
c. મહમદ અલી ઝીણા
d. લિયાકત અલી ખાન - ગાંધીજી જ્યારે વ્યથિત થાય ત્યારે ઉપવાસ કરતાં. જાન્યુઆરી, 1948 પહેલાં છેલ્લે તેમણે ક્યારે ઉપવાસ કરેલા?
a. 15 ઑગસ્ટ 1942 ના દિવસે (મહાદેવભાઇ દેસાઇ નિર્વાણ દિવસ)
b. 6 ઑગસ્ટ 1945 ના દિવસે (હિરોશીમાં બોમ્બ)
c. 15 ઑગસ્ટ, 1947 ના દિવસે (આઝાદીના દિવસે)
d. 16 ઑગસ્ટ, 1946 ના દિવસે (મુસ્લિમ લીગ માટે સીધા પગલાં દિવસ) - 15 ઑગસ્ટના દિવસે આઝાદીની મુખ્ય ઉજવણી દિલ્હીમાં થઈ રહી હતી ત્યારે કોણ ત્યાં ન હતું?
a. જવાહર લાલ નહેરુ
b. લોર્ડ માઉન્ટ બેટન
c. ગાંધીજી
d. મૌલાના અબ્દુલ કલામ આઝાદ - “….આજથી આ દેશ આઝાદ છે. પહેલો, બીજો કે છેલ્લો નાગરિક સમાન હશે. એ હિન્દુ હશે તો મંદિરમાં જય શકશે, મુસ્લિમ હશે તો મસ્જિદમાં જય શકે છે. કયો ધર્મ પાળવો તે તેની મરજીની વાત છે…” આઝાદી વખતે 11 ઑગસ્ટના દિવસે ધારાગૃહમાં બોલાયેલ આ શબ્દો કોણ હતા?
a. ગાંધીજીના
b. જવાહરલાલ નહેરુના
c. મહમદ અલી ઝીણાના
d. લોર્ડ માઉન્ટ બેટનના - ગાંધીજીએ કરેલ છેલ્લા ઉપવાસ માટેની મુખ્ય શરતોમાં કઈ શરત ન હતી?
a. પાકિસ્તાનને 55 કરોડ રૂપિયા આપવા
b. દિલ્હીમાં સ્થાનિકો દ્વારા મુસ્લિમની દુકાનેથી માલ ખરીદતી વખતે ભેદભાવ ન રાખવો.
c. નિરાશ્રિતોને આશ્રય અપાયેલ મસ્જિદો ખાલી કરવી
d. ઉપરમાંથી એક પણ નહીં. - દરેક કોંગ્રેસ કાર્યકર ફરજિયાત ખાદી પહેરે એવો ગાંધીજીએ રાખેલો ઠરાવ કોંગ્રેસે ક્યારે કરેલો?
a. 1934
b. 1935
c. 1942
d. ક્યારેય નહીં - ગાંધીજીનું મૃત્યુ ન થયું હોય તો ગાંધીજીનું ફેબ્રુઆરીનું આયોજન શું હતું?
a. વર્ધા જઈ તબિયત માટે સારવાર લેવાના હતા.
b. લાહોર જય ઉપવાસ કરવાના હતા.
c. કલકત્તા જવાના હતા.
d. કોઈ આયોજન ન હતું. - બંધારણ સભામાં 370 ની કલમનો સૌથી પહેલો વિરોધ કોણે કરેલો?
a. ડૉ. આંબેડકર
b. સરદાર પટેલ
c. આચાર્ય કૃપાલની
d. જવાહરલાલ નહેરુ - ગાંધીજી આફ્રિકામાં કેટલો સમય રહ્યાં હતા?
a. 2 વર્ષ
b. 12 વર્ષ
c. 23 વર્ષ
d. 15 વર્ષ
સાચા જવાબો:
(1) d (2) a (3) c (4) c (5) c (6) a (7) d (8) b (9) a (10) c
Also read : ગુજરાત વિષે જનરલ નોલેજ