સૌથી વધુ વપરાતા ૨૫ મેડિકલ શબ્દ ની ગુજરાતી ભાષામાં સમજૂતી
સૌથી વધુ વપરાતા ૨૫ મેડિકલ શબ્દ ની ગુજરાતી ભાષામાં સમજૂતી
ગુજજુમિત્રો, આજે આ લેખમાં હું તમને સૌથી વધુ વપરાતા અગત્યના ૨૫ મેડિકલ શબ્દ ની ગુજરાતી ભાષામાં સમજૂતી આપી રહી છું. આ શબ્દો આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ. આના અર્થ સમજીશું તો મેડિકલ રિપોર્ટ ને પણ સારી રીતે સમજી શકીશું. અહીં આ મેડિકલ શબ્દો અંગ્રેજીમાં આપું છું કારણકે રિપોર્ટમાં પણ તે અંગ્રેજીમાં જ આપવામાં આવશે.
- Benign: સૌમ્ય: કેન્સરગ્રસ્ત નથી
- Malignant: જીવલેણ: કેન્સરગ્રસ્ત
- Anti-inflammatory: સોજો અને દુખાવો ઘટાડે છે (જેમ કે Ibuprofen અથવા Naproxen નામની દવાઓ)
- Body Mass Index (BMI): બોડી માસ ઇન્ડેક્સ (BMI): ઊંચાઈ અને વજનના આધારે શરીરની ચરબીનું માપન
- Biopsy (બાયોપ્સી): પરીક્ષણ માટે માંસપેશીનો નમૂનો લેવો
- Hypotension(હાયપોટેન્શન): લો બ્લડ પ્રેશર
- Hypertension(હાયપરટેન્શન): હાઈ બ્લડ પ્રેશર
- Lesion (જખમ): ઘા, સોજા અથવા કાપો લાગવો
- Noninvasive(બિનઆક્રમક): શરીરની અંદર સાધનનો પ્રવેશ કરવાની જરૂર નથી; સામાન્ય રીતે સરળ ચિકિત્સા
- Outpatient(બહારના દર્દીઓ): જે દિવસે ભરતી થયા એ જ દિવસે ડિસ્ચાર્જ થશે
- Inpatient(ઇનપેશન્ટ): એક અથવા વધુ દિવસો માટે રાતવાસો કરશે
- In remission (રીમીશન માં): રોગ વધુ ખરાબ નથી થઈ રહ્યો; રોગ ઓછો થઈ હ્યો છે પણ એવું ના સમજવું કે રોગ જડમૂળ થી નાબૂદ થઈ ગયો.
- Membrane (મેમ્બ્રેન): કોમળ પેશીનો પાતળો પડ જે બે રચનાઓ વચ્ચે જોડાણ તરીકે કામ કરે છે
- Acute : અતિશય તીવ્ર માંદગી અથવા દર્દ
- Angina(કંઠમાળ): હૃદય સંબંધિત છાતીમાં દુખાવો જે આવે છે અને જાય છે
- Gastroesophageal Reflux Disease (GERD) (ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ): છાતીમાં બળતરા
- Cellulitis સેલ્યુલાઇટિસ: ત્વચાની નીચે સોજા વાળી અથવા ચેપગ્રસ્ત માંસપેશી
- Epidermis એપિડર્મિસ: ત્વચાનું સૌથી બહારનું સ્તર
- Neutrophils ન્યુટ્રોફિલ્સ: સફેદ રક્ત કોષનો સૌથી સામાન્ય પ્રકાર
- Edema એડીમા: સોજો
- Embolism એમ્બોલિઝમ: જામેલા લોહીની ગાંઠ
- Sutures : ટાંકા
- Polyp : પાતળા પેશીઓનો સમૂહ અથવા વૃદ્ધિ
- Compound fracture કમ્પાઉન્ડ ફ્રેક્ચર: તૂટેલું હાડકું જે ત્વચામાંથી બહાર નીકળે છે
- Comminuted fracture કમિન્યુટેડ ફ્રેક્ચર: તૂટેલું હાડકું જે ઘણા ટુકડાઓમાં વિખેરાઈ જાય છે
Also read : કૌટુંબિક સમસ્યા નો ઉકેલ લાવતા સુપ્રીમ કોર્ટના જજની અમૂલ્ય સલાહ