કોરોનાથી બચવાના ૩ નિયમો

Sanitizer

ગુજ્જુમિત્રો, મહામારીનો વ્યાપ વધતો જાય છે. સરકારે લોકડાઉન કર્યું, અનલોક કર્યું, હવે જનતા ભગવાન ભરોસે અને પોતાની જવાબદારીએ જીવશે. ઘણા બધા લોકો ભયથી પરેશાન છે તો ઘણા બધા લોકો બિન્દાસ બેદરકારીથી નિયમોના ઉલાળિયા કરે છે. આ સમયે સૌથી વધુ ધ્યાન ખાસ કરીને સિનિયર સિટિઝનોએ રાખવાનું છે. આ લેખમાં કોરોનાથી બચવાના ૩ નિયમો ને સંક્ષિપ્તમાં લખવાનો પ્રયાસ કરું છું.

આપણે આ ત્રણ મુદ્દા ધ્યાનમાં રાખવાના છે.

કોરોનાથી બચવાના ૩ નિયમો

(૧) શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવું નહિ. નીકળીએ તો આવતા જતા હાથ સૅનેટાઇઝ કરવા, આવીને બરાબર ધોઈ નાખવા. બહાર માસ્ક પહેર્યા વગર કોઈ ઓફિસ કે કોઈના ઘરમાં ન જવું.

(૨) ઘરમાં પાણી માત્ર ગરમ, ઉકાળેલું, હળદર-લીંબુ-સૂંઠ નાખેલું પીવું. તમે ઈચ્છો તો ઉકાળાનો થર્મોસ ભરી રાખો. દિવસમાં બે વખત સવાર/સાંજ ઉકાળો પીવો. રાત્રે હળદર-સૂંઠવાળું ગરમ દૂધ પીવું ને સહુથી મહત્વનું દરરોજ બાષ્પ લીધા વગર સૂવું નહિ.

(૩) શાક ભાજીનો ઓછો ઉપયોગ કરવો. કઠોળનો ઉપયોગ વધારો. ચોમાસામાં અમસ્તા પણ શાકભાજી બહુ સારા ન આવતા હોય. બહારથી શાકભાજી આવે ત્યારે તેને બેકિંગ સોડા નાખેલા ગરમ પાણીમાં બરાબર ધોઈને જ તેનો ઉપયોગ કરવો.

મિત્રો, જાગૃત રહો, કોરોનાથી બચવાના ૩ નિયમો નું પાલન કરો, નિરામય રહો અને મહામારીથી મુક્ત રહો. કોરોના કરતાં તેનો ભય વધારે મોટો થઈ ગયો છે. સાવધાની અને મજબૂત મન થી તમે કોરોના અને તેના ભયથી મુક્તિ મેળવી શકશો. સંતુલન રાખો. ડરવાની જરૂર નથી પણ બેદરકારી પોસાય તેમ નથી. નાના બાળકો અને ૬૦ વર્ષથી મોટા વડીલોનું ખાસ ધ્યાન રાખજો. આ નાનકડા લેખને તમારા માતાપિતા અને સ્નેહીજનોને જરૂરથી મોકલાવો. આપણે નથી જાણતા કે કયા ખૂણે કોને આ લેખ કામમાં આવી જાય અને તેઓ આ મહામારીથી બચી શકે.

હું તમને આમંત્રિત કરું છું કે તમે ગુજ્જુમિત્રો ને તમારા સૂચન નીચે મોકલાવો. તમે અમને જણાવી શકો છો કે તમે કેવા પ્રકારના લેખ ગુજરાતીમાં વાંચવા ઈચ્છો છો.

કોરોના સંબંધિત વધુ માહિતી માટે અહીં ક્લીક કરો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *