ભારતીય પંચાંગ અનુસાર દરેક વર્ષનું એક વિશિષ્ટ નામ અને કારણ
ભારતીય પંચાંગ અનુસાર દરેક વર્ષનું એક વિશિષ્ટ નામ અને કારણ
શું તમે જાણો છો કે, ભારતીય પંચાંગ સિસ્ટમ મુજબ, દરેક વર્ષનું એક ચોક્કસ નામ હોય છે,અને દરેક નામનો એક ચોક્કસ અર્થ છે વર્ષોના ૬૦ નામ છે (સંવત્સર્સ). દરેક નામ ૬૦ વર્ષ પછી રિપીટ થાય છે. વર્ષ સામાન્ય રીતે એપ્રિલ ના મધ્ય માં શરૂ થાય છે.
વર્ષ ૨૦૧૯-૨૦ નું નામ ‘વિકરી’ રાખવામાં આવ્યું હતું, જે ‘બિમારી’ વર્ષ બનીને વરસ ના અંત સુધી જીવ્યું!
વર્ષ ૨૦૨૦-૨૧ નું નામ ‘શર્વરી’ એટલે કે અંધકાર રાખવામાં આવ્યું, અને તેણે વિશ્વને અંધકારમય તબક્કામાં ધકેલી દીધું!
હવે ‘પ્લાવા’ વર્ષ ૨૦૨૧-૨૨ થી શરૂ થયુ છે. ‘પ્લાવ’ નો અર્થ છે, “તે – જે આપણને પાર પહોંચાડે છે.” વરાહ સંહિતા કહે છે: આ વિશ્વને અસહ્ય મુશ્કેલીઓમાંથી પસાર કરશે અને આપણને ગૌરવની સ્થિતિમાં પહોંચાડશે. અને અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાઓ!
વર્ષ ૨૦૨૨-૨૩ ને ‘શુભક્રુત’ નામ આપવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે કે જે શુભ બનાવે છે.
આપણે હવે પૂરી આશા થી ભવિષ્ય તરફ આગળ વધી શકીએ છીએ અને આવતીકાલ વધુ સારી રહેવાની અપેક્ષા રાખી શકીએ છીએ. હંમેશા સકારાત્મક અભિગમ રાખો અને જીવનમાં ભગવાન પર ભરોસો રાખીને ખૂબ મહેનત કરીને, દરેક કાર્ય ને પૂરા કરો. મિત્રો, ગત વર્ષો માં જે થઈ ગયું તેને ભૂલીને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધો.
માનો કે ના માનો સનાતન ધર્મ એ અત્યાર સુધી અસ્તિત્વમાં રહેલી તમામ પ્રણાલીઓમાં સૌથી વૈજ્ઞાનિક, વ્યવહારુ અને સર્વસમાવેશક છે. આપણા ઋષિઓ અને મુનિ જ્યારે આધુનિક ગેજેટ્સ અને સાધનો અસ્તિત્વમાં ન હતા ત્યારે ચોક્કસ આગાહી કરી શકતા હતા. યાદ રાખજો, પ્રાચીન કાળ ના આ બધાં ઋષિઓ આજના આધુનિક વૈજ્ઞાનિક કરતાં પણ વધારે દૂરદર્શી અને જ્ઞાની હતા. વિવિધતા અને ભાઈચારાની આ ભારત ભૂમિ સાથે સંબંધ રાખવાનો ગર્વ છે.
Also read : સોમનાથ મંદિર ના બાણ સ્તંભ
Great information