કૌટુંબિક સમસ્યા નો ઉકેલ લાવતા સુપ્રીમ કોર્ટના જજની અમૂલ્ય સલાહ

Justice

સુપ્રીમ કોર્ટના કૌટુંબિક સમસ્યા નો ઉકેલ લાવતા નામદાર ન્યાયમૂર્તિ સાહેબ ની અમૂલ્ય અને ઉપયોગી સલાહ

૧….. ક્યારેય તમારા પુત્ર અને પુત્રવધૂ ને તમારી સાથે રાખવા ઉત્સુક ન બનો. તેમને પોતાની રીતે પોતાનું ઘર લઈ જુદા રહેવા સમજાવો. એમ કરવાથી પુત્ર સાથે અને તેના સાસરિયા સાથે સારા સંબંધો રહે છે અને પુત્ર ને પોતાનું ઘર પોતે જ બનાવવાની જવાબદારી પણ છે, તે હકીકત નું ભાન થાય છે.

૨…. તમારી પુત્રવધૂ ને પુત્રવધૂ જ માનો દીકરી નહીં. તેને તમારી મિત્ર માનો. તમે તમારા પુત્ર ને જે રીતે ગણો છો એ રીતે પુત્રવધૂ ને ન ગણી શકાય, કારણ કે તમે ક્યારેક જો કોઇ વાતે વઢશો કે ઠપકો આપશો તો એ જીંદગીમાં ક્યારેય નહીં ભુલે, કારણ કે તે એવું દ્ઢ રીતે માનતી હોય છે કે તેને સુધારવાનો કે વઢવાનો હક ફક્ત ને ફક્ત તેની મા નો છે તમારો નહીં.

૩….. તમારો પુત્ર હવે પરણેલો અને વયસ્ક છે અને પોતાનું સારું-નરસુ સમજે છે, એટલે તેની પત્નીના ચારિત્ર્ય ની અને તેની આદતો ને જોવાની જવાબદારી તેની છે, તમારી નહીં. એ યાદ રાખો.

family

૪…..જ્યારે તમે સાથે રહેતા હો ત્યારે પણ એકબીજાની જવાબદારી ફોડ પાડી સમજાવી દેવી. જ્યાં સુધી તમને તમારી પુત્રવધૂ પ્રેમથી વિનંતી ન કરે ત્યાં સુધી રોજીંદા જીવનમાં તેમના છોકરા સાચવવા કે કપડાં ધોવાથી લઈને કોઈ કામ જો તમારાથી થઈ શકે તેમ હોય તો જ તે કરવાની જવાબદારી લેવી અને કામ કરી આપ્યા પછી કોઇ પણ પ્રકારની આશા રાખવી જોઈએ નહીં.

૫…. જ્યારે પતિ પત્ની વચ્ચે બોલાચાલી કે ઝઘડાઓ થયા હોય તે બાબતે તમારે બહેરા અને મુંગા થઈ જવું. આજકાલના પુત્ર અને પુત્રવધૂ ને તેમની અંગત બાબતમાં કોઈનો ચંચુપાત ગમતો નથી. આ તેમનો અંગત મામલો છે અને તેનો ઉકેલ તેમને જ લાવવા દો અને આ ઉમરે આવું થતું જ હોય છે તેમ માનો.

૬…..તેમના સંતાનો એ તેમના જ છે અને તેમને કેમ ઉછેરવા તે અને સારા સંસ્કાર આપવાની અને કેમ ભણાવવા તે સૌ જવાબદારી તેમની જ છે તમારી હરગીઝ નથી તે ખાસ સમજો. તેમના સંતાનો માટે ના પ્રેમ ને કૌટુંબિક સમસ્યા નું કારણ ના થવા દો.

૭……તમારી પુત્રવધૂ તમારી લાગણી સમજે, તમારી વાત માને કે તમારી સેવા કરે એ જવાબદારી તમારા પુત્રની છે, પુત્રવધૂની નહીં, તે ખાસ ધ્યાનમાં રાખો. તમે તમારા પુત્રને કેવી રીતે ઉછેર્યો છે અને કેવા સંસ્કાર આપ્યા છે તેના ઉપર બધું નિર્ભર છે. જો તમારો પુત્ર તેનું અને તેના માતા પિતાનું સન્માન કરશે તો ક્યારેય કૌટુંબિક સમસ્યા નહીં સર્જાય.

૮….. તમારી નિવૃત્તિનું પ્લાનિંગ તમારી રીતે તમારે જ કરવાનું હોય છે. તેમાં પુત્ર મદદરૂપ થાય તો સારી વાત છે પણ તમારે તેની આશા રાખવી નહીં. તમારી અડધી કરતાં વઘુ જીંદગી પસાર થઈ ગઈ છે અને હજુ ઘણું જીવવાનું છે, જોવાનું છે, જાણવાનું છે, માણવાનું છે તેમ સમજી નિવૃત્તિનું પ્લાનિંગ કરવું. સત્યના અરીસાને પૂછો કે નિવૃત્તિ એટલે શું?

૯….. તમારી નિવૃત્તિ કેવી અને કેટલી સુંદર રીતે માણવી એ ફક્ત તમારા ઉપર નિર્ભર છે. જે અને જેટલી શક્ય હોય તે બધી જ મજા કરો અને બને તો તમારી બધી જ બચત બધી જ સંપત્તિ જીવતાજીવત જે યોગ્ય લાગે તે મોજ મજામાં વાપરી નાખો, જેથી ભરપૂર જીંદગી જીવ્યા નો સંતોષ થાય.

Grand parents

૧૦…. તમારા પૌત્ર-પૌત્રીઓ તમારા પુત્ર એ તમારા કુટુંબ ને આપેલી સોગાદ છે એમ માનો. જેને આપણે મૂડીનું વ્યાજ કહીએ છીએ.

૧૧….હવે લાગણીઓની બહું અપેક્ષા ન રાખવી, નથી મળવાની તેની માનસિક તૈયારી રાખવી, જેથી તૂટી ન જવાય, અને મળતી રહે તો બોનસ માની મનોમન ખુશ રહેવું.

૧૨…..તમારા વિના શું થશે એ ચિંતા કર્યા વગર વણજોઈતી લાશોનું વજન લઈને ન ફરવું, તમે ન હતાં ત્યારે આ જગત હતું અને તમે નહીં હોવ ત્યારે પણ આ જગત ચાલતું રહેશે. કદાચ તમારા ગયા પછી સારું પણ ચાલતું હોય.

૧૩…..દીકરા દીકરીને સરખું મહત્વ આપવું, સાસરે જતી રહેવાની છે એનો અર્થ એ નથી કે તમોને કામ નહીં આવે, કોઈપણ તકલીફમાં દીકરી જ બધું પડતું મૂકીને આવતી હોય છે. તમારી કૌટુંબિક સમસ્યા નું દર્દ પણ દીકરી વધારે સારી રીતે સમજશે.

Also read :

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *