દુનિયા ના ખૂણે-ખૂણે ગુજરાતી લોકો ની વસ્તી અને વાતો
દુનિયા ના ખૂણે-ખૂણે ગુજરાતી લોકો ની વસ્તી અને વાતો
ગુજજુમિત્રો, આજે હું આ લેખમાં દુનિયા ના ખૂણે-ખૂણે વસતા ગુજરાતી લોકો ની વસ્તી અને વાતો જણાવવા માગું છું. ગૂગલ અને વીકીપીડીયા ના સર્વે પરથી ગુજરાતી લોકો અને ગુજરાતી ભાષા વિષે ખૂબ જ મજેદાર વાતો ખબર પડી છે. તમે પણ તેને વાંચો અને ગુજરાતની ગરિમા સમાન આપણા ગુજરાતીઓ પર ગર્વ મહસૂસ કરો.
ગુજરાતી લોકો ની વસ્તી
- અમેરિકા માં ૧૫ લાખ
- યુનાઈટેડ કિંગડમ માં ૯.૫ લાખ
- ઓસ્ટ્રેલીયા માં ૩.૫ લાખ
- કેનેડામાં ૩.૩. લાખ
- આફ્રિકામાં ૨.૫ લાખ
- યુ.એ.ઈ માં ૨.૩ લાખ
- સિંગાપોર માં ૧.૫ લાખ
- સાઉદી અરેબિયામાં ૮૫ હજાર
- ફ્રાંસ માં ૭૦ હજાર
- ન્યુઝીલેન્ડ માં ૫૫ હજાર
ગુજરાતી વિષે અમુક ખાસ જાણકારી
- યુ એસ એ અને યુકે ની સૌથી પ્રચલિત ભાષા માં ત્રીજા નંબરે – ગુજરાતી
- ગુજરાતી નું બ્રેડ અને બટર – થેપલા અને અથાણું
- ગુજરાતી ૧૦ મિનિટ ચાલવાથી કદાચ થાકી શકે પણ તમે પાંચ કલાક નોનસ્ટૉપ ગરબા કરાવો તો હસતાં ગાતા કરી લેશે.
- કલાકો સુધી ગોસિપ કરીને એક પાકો ગુજરાતી એમ જ કહેશે : જવા દે ને બકા, આપણે શું?
- ગુજરાતી પોતાના પતિ કે પત્ની નો પરિચય આપતી વખતે કહેશે કે આ મારા મીસીસ છે અથવા આ મારા મીસ્ટર છે. અને ભલે તેમના બાળકો પરણી જાય તો પણ પરિચયમાં કહેશે કે આ મારી બેબી અથવા આ મારો મોટો બાબો અને પેલો નાનો.
- દુનિયામાં લોકો કહે છે કે સેવ વોટર, સેવ નેચર, પણ ગુજરાતી કહે છે : સેવ પૂરી, સેવ મમરા, સેવ ખમણી
Also read : લક્ષ્મીની પ્રાપ્તિ માટે ૪૦ સરળ ઉપાયો