ગુસ્સા પર કાબૂ રાખવાની ૬ સરળ રીતો

ગુસ્સા પર કાબૂ રાખવાની ૬ સરળ રીતો

ગુજ્જુમિત્રો, આપણે બધાં જાણીએ છીએ કે ગુસ્સો બહુ ખરાબ છે. પરંતુ આપણને ગુસ્સા પર કાબૂ રાખવાની રીતો વિષે જ્ઞાન નથી. આજે હું તમને ગુસ્સા પર કાબૂ રાખવાની ૬ સરળ રીતો વિષે જણાવવા માંગુ છું. પણ તેની પહેલાં જાણીએ કે ગુસ્સો શા માટે આપણો શત્રુ છે?

ગુસ્સો માનવજીવનનો ભાગ છે

ગુસ્સો એ પ્રત્યેક વ્યક્તિમાં સમાવિષ્ટ છુપું જન્મજાત અને પ્રાકૃતિક વલણ છે. જોખમી પરિબળ હોવા સાથે સંગાથ છૂટવામાં અને સંબંધો તૂટવામાં તે માધ્યમ બને છે. ગુસ્સો એટલે માનવી નો ઉશ્કેરાટથી ભરેલો આક્રમક પ્રતિભાવ. ક્રોધ માણસને ભાન અને વિવેક ભુલાવે છે. ક્રોધથી પોતાના પરિવારમાં તથા સમાજમાં અપ્રિયતા ને આમંત્રણ આપે છે. માનવ જીવનમાં ક્રોધ, ગુસ્સો અને આક્રમકતા માનસપટ ઉપર સહજ રીતે જોડાયેલા હોય છે.

Angry Mind

શાસ્ત્રો પણ ક્રોધ વિષે ચેતવણી આપે છે

ક્રોધ અગ્નિ કરતા શીઘ્ર ભભૂકતો, વાયુ કરતા તીવ્ર વહેતો અને બુદ્ધિ તથા શરીરને શિથિલ કરતો જવાળામુખી છે. ક્રોધ સદૈવ અશાંતિને આમંત્રણ આપે છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે કામ, ક્રોધ અને લોભ આત્માનું પતન કરનારા નર્કનું પ્રવેશ દ્વાર છે. ક્રોધિત માણસનું ક્રોધ કરતી વખતે મો ખુલ્લું હોય છે અને આંખો બંધ થઈ જાય છે, તેથી સારા – નરસા નું ભાન ભૂલી જવાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે ઉપવાસ ફકત અનાજનો જ કેમ ? ક્રોધ, લોભ અને લાલચનો કેમ નહી ?

ગુસ્સા પર કાબૂ રાખાવાની આવશ્યકતા શા માટે છે?

ક્રોધ વખતે થોડું રૂકી જવું અને ભૂલ વખતે થોડું ઝૂકી જવું તો દુનિયાની મોટાભાગની સમસ્યાઓ હલ થઇ જશે. આપણે સૌ જાણીએ છીએ કે ક્રોધ મૂર્ખતા થી શરૂ થાય છે, અને છેવટે પશ્ચાતાપ માં પરિણામે છે. ક્રોધ વ્યક્તિ ઉપર નહીં પરંતુ વ્યક્તિત્વ ઉપર હોવો જોઈએ. આમ તો ક્રોધ કરવાનો અર્થ છે કે બીજાઓની ભૂલની સજા સ્વયં દ્વારા ભોગવવી.

Rage

ક્રોધ શા માટે કરવો?

મિત્રો, ક્રોધ શા માટે કરવો ? જો તમે સાચા છો તો ક્રોધ કરવાની જરૂર નથી. અને જો ખોટા છો તો તમને ક્રોધ કરવાનો હક જ નથી. યાદ રાખો, એંગર ને ડેન્જર માં બદલાતા વાર નથી લાગતી. ગુસ્સો સમજણનો શત્રુ છે. જયાં ક્રોધ હોય છે, ત્યાં હંમેશા દુઃખ જ હોય છે. જો કે ક્રોધથી ભગવાન પણ અલિપ્ત રહી શક્યા નથી. ક્રોધનો પવન વિવેક બુદ્ધિના દીવાને ઓલવી નાખે છે.

Anger bomb

ગુસ્સો પસ્તાવા ને નિમંત્રણ આપે છે

ગુસ્સો માણસ ને નિર્બળ અને કમજોર બનાવે છે. માણસ આવા અવગુણો ને કારણે વાણી, વર્તન અને વ્યવહારમાં અલગ પડી જાય છે. ગુસ્સા ઉપર કાબૂ રાખવો, સંયમ વરતવો કે ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું એ માનવ સ્વભાવ માટે જીત કે સફળતાનું પ્રથમ પગથિયું છે. કહેવત છે કે પહેલા ક્રોધ કરો અને પછી પેટ ભરીને પસ્તાવો. ક્રોધને કારણે સામાજિક નુકસાન તો થાય જ છે, પરંતુ શારીરિક હાની કલ્પના બહારની થાય છે, જેનાથી આપણે સૌ વાકેફ છીએ.

ગુસ્સા પર કાબૂ રાખવાની ૬ સરળ રીતો

પાણી
  1. ગુસ્સો આવે તો પહેલાં મૌન રહો કારણકે ગુસ્સામાં બોલાયેલા શબ્દો પર હંમેશાં પસ્તાવવું પડે છે.
  2. એક ગ્લાસ પાણી પીઓ. તમે તરત જ મહસૂસ કરશો કે તમારો ગુસ્સો શાંત થઈ રહ્યો છે.
  3. ઊંડા શ્વાસ લો. તેનાથી તમારો આવેશ તરત જ ઓછો થઈ જશે.
  4. ૨૦ થી ઊંધી ગણતરી શરૂ કરી દો. એ તમારા ગુસ્સાના વિચારોને વેરવિખેર કરી દેશે.
  5. એકાંત માં સમય વ્યતીત કરો. રડવું આવે તો રડી લો. તમારી ભાવનાઓ નું સન્માન કરો.
  6. મંત્રનો જપ કરો.

ચાલો ગુજ્જુમિત્રો, આપણે સૌ ક્રોધ ને કાબૂમાં રાખવાનો સંકલ્પ કરીએ. ગુસ્સાની ગર્જના કરતા આનંદ નો કલરવ મનને શાંતિ અને ખુશી પ્રદાન કરે છે.

You may also like...

2 Responses

  1. Ashish says:

    Very effective. I tried it.

  2. Meena says:

    Very nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *