એક બળદ અને ગધેડા ની વાતચીત : માતા પિતા નું મહત્ત્વ
એક બળદ અને ગધેડા ની વાતચીત : માતા પિતા નું મહત્ત્વ
એક રસ્તા પર એક ગધેડો અને એક બળદ ચાલ્યા જતા હતા. ગધેડા પર મીઠું (નમક) લાદેલું હતું અને બળદ બળદગાડુ ખેંચી જતો હતો. બન્નેમાં વાત ચાલુ થઈ.
ગધેડો:- આ માણસો આપણી પાસે કેટલી મેહનત કરાવે છે. આપણે આટલી મેહનત કરીયે એટલે જ લોકો મૂર્ખ ગણે છે. જો મારી કમાલ હું કેવી રીતે આ ભાર ઓછો કરું છુ.
આવું કહી ગધેડાં એ બાજુ માં રહેલી નદી માં કૂદકો માર્યો અને પાણી માં બેસી ગયો. ધીમે ધીમે મીઠું ઓગળવા લાગ્યું ભાર અડધો થઈ ગયો. બહાર આવ્યો અને બળદ ને કહ્યું…
ગધેડો :- તું તો મારા કરતાં વધારે ભાર ખેંચી જાય છે. તું પણ મારી જેમ કંઈક આવું કર. આ ગાડાને ઊંધું નાખી દે. ભાર હળવો થઈ જશે.
બળદ:- ના હું આવું ન કરી શકું..
ગધેડો :- પણ કેમ…??? અરે… અરે…!!! લોકો અમને મૂર્ખ કહે છે. પણ ખરેખર તો મોટા મૂર્ખ તમે છોવ…!
બળદ :- જો મારી વાત સાંભળ… તારી માતા ગધેડી છે… એ લોકો ના ખેતર કે ફળીયા માં પ્રવેશ કરે એટલે લોકો લાકડી લઈ ને એને ભગાડી મૂકે છે. અને મારી માતા ગાય છે… મારી માતાની લોકો પૂજા કરે છે. હું આવું કરું તો મારી માતાનું ઉદર લાજે. અને હું આવું નથી કરતો એટલે જ શિવજીના મંદિરે પૂજાવ છું.
સાર : ગુજજુમિત્રો, આજે આ વાર્તા હું એ આશય થી રજૂ કરું છું કે નવી પેઢી બીજા બાળકો ને જોઈને આંધળું વર્તન ન કરે. તેમણે એવું વર્તન કરવું જોઈએ જે તેમના માતા પિતા ના સંસ્કાર માટે શોભાસ્પદ હોય. અને યાદ રાખજો કે મેહનત કરવાથી કોઈ નાનું કે મૂર્ખ નથી ગણાતું. પરંતુ એમનું અને એમના માતા પિતા નું ગૌરવ અને મહત્ત્વ વધે છે.
Click here to read another inspiring story : ત્રણ વૃક્ષોની અંગત વાતો : દેર છે અંધેર નથી