દવા લો તેની પહેલા સમજો કે સાચી દવા શું છે?
દવા લો તેની પહેલા સમજો કે સાચી દવા શું છે?
ગુજજુમિત્રો, આજે આ નાનકડા લેખનો વિષય ખૂબ જ રસપ્રદ છે. આપણે લોકો સારા આરોગ્ય માટે હંમેશા પ્રયત્ન કરતાં રહીએ છીએ. બીમારી દૂર કરવા માટે ડૉક્ટર આપણને કડવી દવા લખી આપે તો પણ આપણે હોંશે હોંશે લઈએ છીએ. એ ઠીક વાત છે. પણ હું કહેવાય માગું છું કે દવા હંમેશા બોટલ, ગોળીઓ કે રસી માં નથી હોતી. જે તત્ત્વ તમને તબિયત સુધારવા માં મદદ કરે છે એ બધું જ મારા મત પ્રમાણે દવા છે. શું તમે જાણો છો કે સાચી દવા શું છે? ચાલો, સાથે સમજીએ દવાનો સાચો અર્થ.
કસરત દવા છે.
ઉપવાસ દવા છે.
પ્રકૃતિ દવા છે.
હાસ્ય દવા છે.
શાકભાજી અને ફળો દવા છે.
ઊંઘ દવા છે.
સૂર્યપ્રકાશ દવા છે.
આભાર અને પ્રેમની ભાવના દવા છે.
મિત્રો દવા છે.
ધ્યાન દવા છે.
ચિંતા અને ભય છોડી દેવો દવા છે.
સકારાત્મક વલણ દવા છે.
બધાં જીવો માટે કરૂણા નો ભાવ હોવો દવા છે.
શરીર ને ડીટોક્સ કરવું દવા છે.
બહારનું જંક ફૂડ છોડી દેવું દવા છે.
વર્તમાન ક્ષણ માં રહેવું દવા છે.
પરિસ્થિતિ જેવી પણ હોય તેને સ્વીકારવી દવા છે.
શું તમે મારી સાથે સંમત થાઓ છો?
Also read : સુખી થવાના ઉપાય : લેટ ગો કરતા એટલે કે છોડી દેતા શીખો