ઘઉંના ગેરફાયદા થી હૃદયને બચાવો

ઘઉંના ગેરફાયદા

ઘઉંના ગેરફાયદા થી હૃદયને બચાવો

ગુજ્જુમિત્રો, આપણાં પરંપરાગત ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલીનો સમાવેશ થાય છે. ભારતીય તરીકે આપણે ઘઉં નો ઉપયોગ બહોળા પ્રમાણ માં કરીએ છીએ. પછી ભલે રોટલી ખાઈએ કે ભાખરી, પૂરી, પરાઠા ખાઈએ. આજે આ લેખમાં હું તમને વૈજ્ઞાનિક કારણોથી એ સમજાવવા માગું છું કે તમે કેવી રીતે ઘઉંના ગેરફાયદા થી હૃદયને બચાવો . વધુ જાણવા માટે આગળ વાંચો.

Chapati

ઘઉં શા માટે નુકશાનકારક છે?

ઘઉં માં ૧૯૭૦-૮૦ થી વધારે પાક લેવાની તેમજ હાઈ બ્રીડ જાત લેવા ની ટેકનિક થી એમાં ગ્લુટેન અને ગલાયડીન નું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ગ્લુટેન તો ઘઉં નું માત્ર એક તત્ત્વ છે. જો તમે ઘઉં માંથી ગ્લુટેન બાદ કરો ,પછી પણ ઘઉં આપણા માટે નુકશાનકારક છે, કારણ કે હજુ એમને ગલાયદીન & અમયલોપેકટીન જેવા તત્ત્વ છે જેનાથી લોહી માં સુગર ખૂબ વધી જાય છે.

હૃદયરોગ ના ડોકટરનું શું માનવું છે?

વિલિયમ ડેવિસ (MD- Cardiologist) એક ખૂબ જાણીતા હાર્ટ સ્પેશિયલિસ્ટ છે. તેઓ સમજાવે છે કે તમારે તમારી તંદુરસ્તી ને સુધારવા માટે તમારા ભોજન માં ઘઉં નો ત્યાગ કરવો જોઈએ.

વિલિયમ ડેવિસ કહે છે કે “હું મારી કારકિર્દી ની શરૂઆત માં એનજીઓપ્લાસ્ટી, અને બાયપાસ સર્જરી કરતો હતો કારણ કે મને એ જ કરવા માટે ની ટ્રેનિંગ મળી હતી,પણ ૧૯૯૫ માં જ્યારે મારી મમ્મી ને સારા માં સારી treatment મળ્યા પછી પણ એનું મૃત્યુ થયું, ત્યારે મારા શિક્ષણ માં શું શું ખામી છે, એ શોધવા માટે મે પ્રયત્ન શરૂ કર્યા.

હું કોઈ પણ દર્દી ના હૃદય નું ઓપરેશન કરી તેને સાજો કરતો , એ જ દર્દી થોડા સમય પછી મારી પાસે એ જ હૃદય ની બિમારી લઇ ને પાછો મારી પાસે આવતો, ત્યારે મને સમજાયું કે હું ફક્ત પાટા પિંડી જેવી સારવાર કરું છું , એ બિમારી નું ખરેખર કારણ શું છે, એ જાણવા નો પ્રયત્ન કરતો નથી.”

ઘઉંના ગેરફાયદા

એટલે એ ડોક્ટરે એના પછી સતત ૧૫ વર્ષ સુધી આ હૃદય ની બિમારી માટે ખૂબ સંશોધન કર્યું. અને આ સંશોધન પછી “Wheat Belly” (New York Times Best selling Book) બહાર પાડી જેમાં એને ખૂબ જ વિસ્તાર થી લખ્યું છે કે હૃદય વિકાર, ડાયાબિટીસવાળા, અને જાડા (વધારે વજન વાળા) લોકો તેમની ઘઉં ખાવાની આદત થી આ બિમારી નો ભોગ બને છે. ભોજન માંથી જો ઘઉં ની વાનગી ઓ ને બાકાત કરશો તો તમે તમારી તંદુરસ્તી સુધારવા માં ખૂબ મદદગાર સાબિત થશે.

પુસ્તક ” Wheat Belly” માં શું જણાવ્યું છે ?

ઘઉં તમારા શરીર ના લોહી માં સાકર નો ઝડપ થી વધારો કરે છે, માત્ર બે રોટલી ,એક મીઠાઈ ના ટુકડા થી પણ વધારે સાકર નું પ્રમાણ લોહી માં વધારે છે. જ્યારે મારી સલાહ થી મારા દર્દીઓ એ ઘઉંની બનાવટની ભોજન ખાવાં નું છોડી દીધું, ત્યારે એમનું વજન ખૂબ ઝડપ થી ઓછું થયું, અને એમના પહેલા મહિના માં પેટ અને કમર ની સાઈઝ માં સારો એવો ઘટાડો થયો .

પછી મેં વધારે વજન , મેદસ્વીપણું, એની સાથે ઘઉં નો શું સંબંધ છે , એની સરખામણી કરવા નું શરુ કર્યું. મારા ૮૦ ટકા દર્દી ઓ ડાયાબિટીસ ના શરૂઆત કે બીજા સ્ટેજ માં હતા. મારી સલાહ થી જ્યારે તેમને તેમના ભોજન માંથી ઘઉં નો ત્યાગ કર્યો, ત્યારે માત્ર ૩ થી ૪ મહિના માં એમના બ્લડ સુગર નો ખાસ્સો ઘટાડો નોંધાયો, પણ એની સાથે બીજુ ઘણુ બદલાયું.

એક દર્દી એ જ્યારે ઘઉં બંધ કર્યા, ત્યારે ,તેના વજન માં ૪ મહિના માં ૧૫-૧૬ કિલો નો ઘટાડો થયો. એને શ્વાસ ની તકલીફ (અસ્થમા) એટલે હદે દૂર થઈ કે એને ઇન્હેલર ( Inhaler) લેવાનું છોડી દીધું. એને છેલ્લા ૨૦ વર્ષ થી માઇગ્રેન ( સખત માથા નો દુખાવો) ની બીમારી હતી , એ દૂર થઈ ગઈ. એની મરડા ની ,તેમજ અલ્સર , ઘૂંટણ નો દુખાવો , અનિદ્રા વગેરે ઘણી બધી બીમારીઓ દૂર થઈ ગઈ.

ઘઉંનું રાસાયણિક વિશ્લેષણ

હવે તમે ઘઉં નું રાસાયણિક વિશ્લેષણ કરશો , તો એમાં “એમાયલોપેકટીન” નામનું તત્વ હોય છે , જેનાથી આપના લોહી માં ” LDL ” નામના કોલેસ્ટ્રોલ નો વધારો થાય છે, જેના લીધે હૃદય ના રોગ થાય છે. જ્યારે તમે તમારા ભોજન માંથી ઘઉં નો ત્યાગ કરો છો , ત્યારે આ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ એકદમ (૮૦-૯૦%) ઘટી જાય છે. બીજુ ઘઉં માં (Gliadin) ગલાયદીન નામનું તત્ત્વ હોય છે ,જેથી તમને ભૂખ વધારે લાગે છે, તેથી તમારું રોજ નો ૪૦૦ કેલેરી જેટલો વધારે ખોરાક ખવાઈ જાય છે. આ તત્વ તમને વધારે ખાવાની આદત પાડે છે.

દૈનિક આહારમાં શું લેવું જોઈએ?

હું લોકો ને સલાહ આપીશ કે તેઓ તેમના ભોજન માં ફળ, શાકભાજી, ડ્રાય ફ્રૂટ ( બદામ કાજુ,અખરોટ) કઠોળ ( મગ, ચણા) દાળ ભાત અને જુવાર ,બાજરી જેવા પદાર્થો વધારે ખાવાની ટેવ પાડે. જો આપણે ઘઉં ની રોટલી, બ્રેડ પાસ્તા રોજ ખાવાનું બંધ કરી ને બાજરી, જુવાર , માં રોટલા અને દાળ ભાત , શાક શરૂ કરશું તો આપણું વજન ઘટશે અને બ્લડ સુગર ઓછું થશે. તમારા ભોજન નું પ્રમાણ ઓછું થશે અને તમારું હૃદય , શરીર વધારે તંદુરસ્ત બનશે.

Read more health tips in Gujarati here.

You may also like...

1 Response

  1. NITIN says:

    Very nice!????????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *