માનો કે ના માનો – કંકોડા જેવું કંઈ નહીં!
માનો કે ના માનો – કંકોડા જેવું કંઈ નહીં!
ગુજ્જુમિત્રો ભારતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદને કારણે માટીની ભીની મહેક વાતાવરણમાં ફેલાઈ ગઈ છે. આ સમયે એક શાક છે જે આ ભીની માટીમાંથી જ ઊગી શકે છે અને તે છે કંકોડા. આ શાક વિષે વધુ જાણવા માટે વાંચો, માનો કે ના માનો – કંકોડા જેવું કંઈ નહીં!
કંકોડાને દુનિયાની સૌથી શકિતશાળી શાકભાજી ગણાય છે. સાથે જ તે એક રીતે ઔષધિ પણ માનવામાં આવે છે. આ શાકભાજીમાં એટલી તાકાત છે કે, થોડા દિવસ તે ખાવાથી તમારું શરીર ફોલાદી થઈ જશે. આ શાકભાજીને આપણે કંકોડા અથવા મીઠા કારેલા તરીકે પણ ઓળખીએ છીએ.
શાકાહારી માટે પ્રોટીનનો ભંડાર
માનો કે ના માનો પણ કંકોડા સ્વાદિષ્ટ હોવાની સાથે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું છે. કહેવાય છે કે માંસાહારી લોકો માંસ ખાઈને શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન પૂરું પાડે છે. પરંતુ કંકોડામાં તો માંસ -મચ્છીથી ૫૦ ગણા વધારે પોષકતત્ત્વો રહેલા છે.
ગુણકારી કંકોડા
ફાઈબર તથા અનેક તત્વોથી ભરપૂર કંકોડા ખાવાથી તમારું સ્વાસ્થ્ય લાંબા સમય સુધી સારું રહી શકે છે. તે પ્રોટીનથી ભરપૂર છે. તેને ખાવાથી શરીરમાં ફાઈટોકેમિકલ્સ વધે છે. કંકોડામાં ભરપૂર માત્રામાં એન્ટીઓકિસડેન્ટ હોય છે જે શરીરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ છે.
ડોકટર પણ કંકોડા ખાવાની આપે છે સલાહ
ઘણા ડોકટર્સ-ડાયેટિશિયન કંકોડા ખાવાની સલાહ આપતા રહે છે. હાઈ-બ્લડ પ્રેશર, અશકિત, હાઈ કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓથી પીડાતા લોકોએ શકય તેટલા વધુ પ્રમાણમાં કંકોડા ખાવા જોઈએ. કંકોડામાં રહેલું મોમોરડીસિન અને ફાઈબર શરીર માટે રામબાણ છે.
આયુર્વેદમાં પણ પ્રચલિત છે કંકોડા
આયુર્વેદમાં કંકોડાને ઘણી બીમારીઓના ઈલાજ માટે ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તેનાથી પાચનક્રિયા સુધરે છે. જાણીને આશ્ચર્ય થશે પણ કંકોડા કેન્સરને અટકાવવામાં પણ મદદરૂપ છે. આ ઉપરાંત નેત્ર રોગ, શરદી-ખાંસી મટાડવા અને વેઈટ લોસ કરવામાં પણ ઉપયોગી છે.
દુનિયાભરમાં લોકપ્રિય
ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ હોવાને કારણે દુનિયાભરમાં તેની ખેતી થઈ રહી છે. ભારતના પર્વતીય વિસ્તારોમાં કંકોડાની ખેતી ભરપૂર પ્રમાણમાં થાય છે. મોટાભાગના લોકો અને ખાસ કરીને બાળકોને કંકોડા ભાવતા નથી. કાંટાળા હોવાની સાથે તેના બીજને લીધે બાળકોને તે પસંદ નથી પણ વયસ્ક લોકોમાં તે અતિ લોકપ્રિય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોનું તે પ્રિય શાકભાજી છે. જો તમને કંકોડાનું શાક પસંદ ન હોય તો તેનું અથાણું પણ નાખી શકાય છે.