કોરોનાની પાઠશાળાના બોધપાઠ

કોરોનાની પાઠશાળાના બોધપાઠ

કોરોનાની પાઠશાળાના બોધપાઠ

ગુજ્જુમિત્રો, જીવનની દરેક પરિસ્થિતિમાં કઈક ને કઈક શીખવા જેવું હોય છે. દરેક સંજોગોમાં જો પોઝિટિવ અભિગમ રાખીએ જીવન જીવવું બહુ સરળ થઈ જશે. ચાલો, વિચારીએ કોરાનાને કારણે થતાં આ લોકડાઉનને કારણે આપણે શું શીખ્યા? કોરોનાની પાઠશાળાના બોધપાઠ નીચે પ્રમાણે છે.

● જીવનમાં સ્વચ્છતા લાવતા શીખવાડ્યું.
● ફેમીલી સાથે સમય વિતાવતા શીખવાડ્યું.
● બહારનું નહિ ખાવાનું શીખવાડ્યું.
● વધારે કઠોળ ખાતા શીખવાડ્યું.
● પોતાની ફરમાઈશ વગરનું ગરમ અને ટાઇમસર જમતાં શીખવાડ્યું.
● બાળકોને બહારનું જંકફુડ નહીં ખાવાનું શીખવાડ્યું.
● મૃત્યુ પાછળ બેસણા ન કરવાનું શીખવાડ્યું.
● લગ્ન પ્રસંગ માં ખોટા ખર્ચા ન કરવાનું શીખવાડ્યું.
● હોટેલ અને શોપિંગ જેવા ખર્ચા માંથી બચવા શીખવાડ્યું..
● Birthday, Congratulations, Get well soon જેવી દરેક લાગણી social media, Mobile થી આપતા શીખવાડ્યું.
● છોકરાઓને ઘરે જ ટયુશન કરાવતા શીખવાડ્યું.
● બાળકો ને ઓનલાઇન શિક્ષણ લેતા શીખવાડ્યું.
● ઈસ્ત્રી વગર ના કપડાં પહેરતા શીખવાડ્યું.
● ઘરે શેવીંગ કરતા શીખવાડ્યું.
● ઘરે દિકરાના વાળ કાપતા શીખવાડ્યું.
● શારીરિક કસરત અને યોગ કરતાં શીખવાડ્યું.
● શરીરને માનસિક, શારીરિક આરામ આપતા શીખવાડ્યું.
● રસોડામાં પત્નીને મદદ કરતા શીખવાડ્યું.
● ભગવાનની પૂજા-પાઠ દરરોજ ઘરે જ કરતાં શીખવાડ્યું.
● પોલીસ, ડૉક્ટર, નર્સ અને સફાઈ કર્મચારીઓનું સમ્માન કરતાં શીખવાડ્યું.
● આપણા જીવની કિંમત શીખવાડી.
● ઓછી આવકમાં ઘર કઈ રીતે ચલાવવું તે શીખવાડ્યું.
● માણસને માણસાઈ શિખવાડી.

મિત્રો, કોવિડ ૧૯ શાપ નથી. સમજો તો તે એક બોધ પાઠ છે. મને ખબર છે કે બધાં લોકોની ધીરજ હવે જવાબ દઈ રહી છે. પણ જો તમે શાંતિથી વિચારો તો કોરોનાને કારણે આપણને ઉપર જણાવ્યા અનુસાર એવું ઘણું બધું શીખવા મળ્યું છે જે સામાન્ય જીવનમાં આપણે ક્યારેય ના શીખી શક્યા હોત. આ લેખને તમારા મિત્રો સાથે શેર કરો જે તેમને પણ આ પરિસ્થિતિના સકારાત્મક પાસાને જોવા માટે પ્રેરિત કરશે.

You may also like...

2 Responses

  1. NITIN says:

    Very nice
    Congratulations

  2. Harsh says:

    Loved it! it is a very good blog.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *