સંસારનું શ્રેષ્ઠ યુગલ એટલે ચ્હા-ખાંડ ના ડબ્બા
સંસારનું શ્રેષ્ઠ યુગલ એટલે ચ્હા-ખાંડ ના ડબ્બા
કોઈ પણ ફરિયાદ વિનાનું, સંસારનું એક શ્રેષ્ઠ યુગલ એટલે ચ્હા-ખાંડ ના ડબ્બા.
રસોડામાં બધું જૂદુ જુદુ મળે. પણ ચા ખાંડના ડબ્બાઓ ભેગાને ભેગા.
એકબીજાને પ્રેમ કરો તો આ ચા ખાંડ ના ડબ્બાઓની જેમ કરો.
એકને શોધો એટલે બીજુ મળી જાય એવું એનું સગપણ.
એકમાં મીઠાશ અને બીજામાં કડવાશ. પણ બન્ને એકબીજામાં ભળે એટલે સ્વાદ જ સ્વાદ
ચાનો ડબ્બો ખાંડના ડબ્બાથી કાયમ નીચો હોય. તો પણ કોઈ ફરિયાદ વિના બન્ને સંસારને ચલાવ્યે જાય.