ચિંતન માટે ૧૦ અમૂલ્ય મોતી

રત્નસુંદર સુરીશ્વરજી

ચિંતન માટે ૧૦ અમૂલ્ય મોતી

૧) ભગવાન કયારેય ભાગ્ય નથી લખતાં , જીવન ના દરેક ડગલાં પર આપણો વિચાર , આપણો વ્યવહાર, આપણુ કર્મ જ આપણુ ભાગ્ય લખે છે.

૨) પહેલાં ના લોકો લોટ જેવા હતા , લાગણી નુ પાણી નાંખી એ તો ભેગા થઈ ને બંધાઈ જતાં ,
આજે લોકો રેતી જેવાં છે, ગમે તેટલું લાગણી નુ પાણી નાખો તો પણ છૂટા ને છૂટા.

૩) નીતિ સાચી હશે તો નસીબ કયારે પણ ખરાબ નહીં થાય ,
બીજો માણસ આપણા માં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.

૪) દુ:ખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે , પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને કયારેય સુખી થતો નથી.

૫) માણસાઈ દિલમાં હોય છે , હેસિયત માં નહીં,
ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે , વસિયત નહીં.

૬) તમે ગમે તેટલા શતરંજ ના મોટા ખેલાડી હો , પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદી ના તમામ રસ્તા ખોલી નાખે છે

૭) પ્રાણ ગયા પછી શરીર સ્મશાન માં બળે છે. અને સંબંધો માંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે.

૮) જીવન માં સ્વાર્થ પુરો થઈ ગયા પછી , અને શરીર માંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈ ની રાહ જોતું નથી.

૯) જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખી ને જીવવું એ સુખી માણસ ની નિશાની છે.

૧૦) ઈશ્વર જયારે આપે છે ત્યારે સારું આપે છે , નથી આપતો ત્યારે વધું સારું મેળવવા નો રસ્તો આપે છે , પણ જયારે રાહ જોવડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.

ગુજજુમિત્રો, જો તમને ચિંતન માટે ૧૦ અમૂલ્ય મોતી વાંચીને આનંદ થયો હોય તો આ પોસ્ટની લીંક તમારા મિત્રોને પણ જરૂરથી મોકલજો.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *