દરેક મોસમમાં ભાવતી ખાટીમીઠી મોસંબી ના ૫ ફાયદા
દરેક મોસમમાં ભાવતી ખાટીમીઠી મોસંબી ના ૫ ફાયદા
જ્યારે કોઈની તબિયત ખરાબ થાય છે ત્યારે તાકાત માટે અને જલ્દી રીકવરી થાય તેના માટે આપણે મોસંબી નું જ્યુસ પીવાની સલાહ આપીએ છીએ. અને દર્દીઓ ને પણ દવા ને કારણે મોંઢા નો સ્વાદ ખરાબ થવાને કારણે મોસંબી નું જ્યુસ બહુ જ ભાવે છે. તેનો ખાટો મીઠો રસ શરીરમાં તાજગી નો અહેસાસ આપે છે અને નવી ઊર્જાનો સંચાર કરે છે. ચાલો આજે આપણે દરેક મોસમ માં ભાવતી આ મોસંબી ના કેટલાક ફાયદા વાંચીએ.
ઉનાળા માં ઉત્તમ છે મોસંબી
જોકે મોસંબી ને દરેક મોસમ માં ખાવામાં આવે છે તેમછતાં ઉનાળા માં મોસંબી ખાવી ઉત્તમ છે. મોસંબી નું સેવન કરવાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ શરીરમાં સ્ફૂર્તિ રહે છે. ઉનાળા માં મળતી તાજી મોસંબી નો રસ નાના મોટા દરેક લોકોને ભાવે છે.
મોસંબી ના પોષક તત્વો
મોસંબી નો રસ આપણને તરોતાજા કરી દે છે અને સ્વાદમાં ખૂબ જઆ જબરદસ્ત હોય છે. પણ ખાલી સ્વાદ જઆ નહી, મોસંબી માં ઘણા બધા પોષકતત્ત્વો હોવાને કારણે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયી છે. મોસંબીમાં વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર પુષ્કળ માત્રામાં હોય છે. વિટામિન સી હોવાને કારણે મોસંબી શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તે બીમારી સામે લડવામાં મદદ કરે છે અને શરીરની અશક્તિને દૂર કરે છે.
બ્લડ પ્રેશર અને પેટ ની સમસ્યા
મોસંબી બ્લડપ્રેશર ને નિયંત્રિત રાખે છે. મોસંબી શરીરમાંથી ઝેરી તત્ત્વોને નાબૂદ કરીને શરીરને ડીટોક્સ કરે છે. તેના સેવનથી ટોક્સિન બહાર નીકળી જવાને કારણે જ બ્લડપ્રેશર માં હિતકારી ગણાય છે. મોસંબી ગેસ અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં પણ અકસીર છે કારણકે તેમાં ફાઈબર હોય છે. તેથી જો તમને પેટની તકલીફ રહેતી હોય તો મોસંબી નું સેવન નિયમિતપણે કરી જુઓ.
શરીરમાં ઠંડક માટે રામબાણ
મોસંબી શરીરમાં ઠંડક જાળવી રાખવા મદદ કરે છે. તેથી બહુ દવા ખાઈને શરીરમાં જે ગરમી ઉત્પન્ન થાય છે તેનો સામનો કરવા માટે મોસંબી જ્યુસ ઉત્તમ ઉપાય છે. વળી, ઉનાળામાં પણ ગરમી ને કારણે શરીરનું તાપમાન ખૂબ જ વધી જાય છે. તેથી ઉનાળામાં પણ મોસંબીનો રસ ખૂબ ગુણકારી છે.
ગુજજુમિત્રો, જો તમને આ લેખ મદદરૂપ લાગ્યો હોય તો commentવિભાગ માં ચોક્કસથી જણાવજો.
આ પણ વાંચો : ક્યાં રોગમાં શાકભાજી અને ફળોનું કયું જ્યુસ પીવું જોઈએ?