સો ટચનાં સોના જેવું ગાયના દૂધનું માખણ!
સો ટચનાં સોના જેવું ગાયના દૂધનું માખણ!
ગુજ્જુમિત્રો, તમને બધાંને ખબર જ હશે કે દૂધ એક સંપૂર્ણ આહાર છે. તેમાં પણ ગાયનું દૂધ બહુ ગુણકારી છે. અને ગાયના દૂધથી બનેલું માખણ તો સોનામાં સુગંધ જેવું છે. કેવી રીતે? જાણવા માટે વાંચો, સો ટચનાં સોના જેવું ગાયના દૂધનું માખણ!
આપણે બધાએ ગાયના દૂધનો અને દૂધની બનાવટોનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે ભેંસના દૂધનો જ ઉપયોગ કરતા હો તો તેને તાત્કાલિક બંધ કરી દો. ગાયના દૂધમાં મલાઈ અને માખણ ભલે થોડુંક જ નીકળે પણ ગાયના દૂધમાંથી બનેલું માખણ ચમત્કારિક ઔષધરૂપ છે.
ભેંસના દૂધ કરતાં ગાયનું દૂધ વધુ ઉત્તમ છે
આજકાલના ડોક્ટરોએ ઘણી અફવા ફેલાવી મૂકી છે કે તેમાં હાઈ કેલેરીઝ છે તેથી નુકશાનકારક છે. ભારતીય દેશી ગાયના દૂધનું માખણ સેંકડો ચમત્કારી ગુણોનો ખજાનો છે. વિદેશી જર્સી ગાયને તમે ડુક્કર કે સુઅર ગાય પણ કહી શકો છો કેમ કે વધુ દૂધ મેળવવા માટે તેને સુઅરના જીન્સ માંથી વૈજ્ઞાનિકોએ વિકસાવ્યા છે. ભેંશનું માખણ ફાયદાને બદલે નુકશાન કરે છે અને ભારતીય દેશી ગાયનું માખણ અમૃત સમાન હોય છે અને સેંકડો બીમારીઓ દુર કરે છે.
ગાયના માખણના ૩૬ ફાયદા
દહીં ને વલોવીને છાશ બનાવતી વખતે માખણ નીકળે છે. માખણને ગરમ કરીને ઘી બને છે. અહિંયા આપવામાં આવેલા તમામ ફાયદા માત્ર દેશી ગાયના માખણના છે. આવો જાણીએ સંતુલિત પ્રમાણમાં ઉપયોગ કરવાથી માખણના ચમત્કારી ફાયદા.
૧. માખણ મગજના વિકાસ અને યાદશક્તિ જાળવી રાખવામાં ઘણી મદદ કરે છે. મગજને ઠંડક પહોંચાડે છે અને ગુસ્સો શાંત કરે છે.
૨. માખણ વૃષ્ય, વર્ણને સારું કરનારું, શક્તિદાયક, અગ્નિ પ્રદીપક, ગ્રહી અને વાત, પિત્ત, રક્ત વિકાર, ક્ષય, હરસ, લકવા અને ખાંસીને દૂર કરે છે.
૩. માખણ શારીરિક શક્તિ વધારવા અને પેટ સંબંધિત તમામ રોગોને દૂર કરવામાં મદદગાર હોય છે.
૪. માખણમાં મધ અને સાકર ભેળવીને ખાવાથી ઘણા રોગમાં લાભ મળે છે.
૫. આંખોમાં બળતરા હોય તો ગાયનું માખણ પાંપણ ઉપર લગાવવાથી આરામ મળે છે.
૬. મેડીકલ રીસર્ચ કાઉન્સિલની શોધ મુજબ જે લોકો માખણનું સેવન કરે છે તેને હ્રદયના રોગની શક્યતા અડધી થઇ જાય છે. તેમાં વિટામીન એ, ડી, કે2 અને ઈ ઉપરાંત લેસેથીન, આયોડીન અને સેલેનિયમ જેવા તત્વો સારા પ્રમાણમાં હોય છે જે હ્રદયના આરોગ્ય માટે ફાયદાકારક છે.
૭. ભારતીય દેશી ગાયના દૂધનું માખણ સંતુલિત પ્રમાણમાં ખાવાથી મોટાપો ઘટે છે.
૮. માખણમાં રહેલા ફેટી એસીડ, કોજુલેટેડ લીનોલેક એસીડ કેન્સરના બચાવ માટે ઘણું મદદગાર છે. આ એસીડ ટ્યુમર થી લઈને કેન્સર સુધીના ઉપચારમાં મદદગાર થઇ શકે છે.
૯. માખણમાં વિટામીન્સ, મિનરલ્સ અને કેલ્શિયમનું પ્રમાણ સારું હોય છે જે હાડકાને મજબુત બનાવવામાં મદદ કરે છે. દાંત અને હાડકાઓ સાથે જોડાયેલા રોગો, ખાસ કરીને ઓસ્ટીયોપોસીસના ઉપચારમાં તેનું સેવન ફાયદાકારક છે.
૧૦. માખણમાં આયોડીન સારા પ્રમાણમાં હોય છે જે થાઈરોઈડના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે ઉપરાંત તેમાં રહેલા વિટામીન એ પણ થાઈરોઈડ ગ્લેન્ડને મજબુત બનાવે છે.
૧૧. માખણમાં રહેલા સેચુરેટેડ ફેટ્સ ફેફસાની મદદ કરે છે અને દમના દર્દીઓ માટે પણ તેનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.
૧૨. માખણ બાળક અને ઘરડા સૌના માટે ફાયદાકારક છે.
૧૩. દાઝી જવા ઉપર માખણ લગાવવાથી ઘણું ફાયદાકારક છે.
૧૪. તાજા માખણથી શિશુના શરીર ઉપર માલીશ કરીને અડધો કલાક સવારના તડકામાં સુવડાવવાથી ત્વચા શુષ્ક થતી નથી અને ત્વચાના રોગ થતા નથી.
૧૫. મોઢા ઉપર રોજ માખણ લગાવીને માલીશ કરવું અને અડધા કલાક પછી હુંફાળા પાણીથી ધોઈ લેવાથી ચહેરો અને ત્વચાનો રંગ ચોખ્ખો થાય છે. ફોલ્લી, કરચલીઓ, અળાઈ થઇ ગઈ હોય તો ઠીક થઇ જાય છે.
૧૬. નબળા બાળક, છોકરા છોકરીઓને રોજ માખણ અને સાકર ૧-૧ ચમચી કે તેમની પાચન શક્તિ મુજબ સવારે ખાલી પેટ ખાવું જોઈએ. વધુ સમય પડી રહેલું ખાટું અને વાસ મારતું માખણનું સેવન યોગ્ય નથી રહેતું.
૧૭. ક્ષય (ટી.બી.) થી પીડિત દર્દીઓ માટે માખણ ખાવું લાભદાયક હોય છે.
૧૮. માખણ અને સાકરને સરખા ભાગે ભેળવીને ૨ ચમચી રોજ સવાર સાંજ સેવન કરવાથી હાથ પગની બળતરામાં આરામ મળે છે.
૧૯. ગાયના દૂધનું માખણ અને આખી સાકરનું સેવન કરવાથી જીર્ણ જ્વર (જુનો તાવ) દુર થાય છે. માખણ સાથે મધ અને સોનાનો વર્ક ભેળવીને ખાવાથી ટી.બી. રોગમાં ફાયદો મળે છે અને શરીરમાં શક્તિ આવે છે.
૨૦. ગાયના દૂધનું માખણ અને તલનું સેવન કરવાથી હરસમાં લાભ થાય છે.
૨૧. માખણમાં મધ અને આખી સાકર ભેળવીને ખાવાથી લોહી વાળા હરસ ઠીક થઇ જાય છે.
૨૨. માખણ, નાગ કેસર અને આખી સાકર ભેળવીને ખાવાથી લોહી વાળા હરસમાં આરામ મળે છે.
૨૩. દહીં માંથી માખણ કાઢી લો. પછી તેની છાશમાં થોડું સિંધવ મીઠું અને જીરું ભેળવીને પીવાથી હરસ રોગ ઠીક થઇ જાય છે.
૨૪. ગાયના દૂધનું માખણ આંખો ઉપર લગાવવાથી આંખોની લાલાશ અને શુષ્કતા દુર થઇ જાય છે.
૨૫. જો અજમાનું દૂધ કે ભીલાવા આંખમાં પડી ગયું હોય તો ગાયના દુધના માખણનું આંખમાં કાજલ લગાવવા થી આંખોની બળતરા દુર થઇ જાય છે.
૨૬. લગભગ ૧ ગ્રામનો ચોથો ભાગ સ્વર્ણ બસંત માલતી સવાર સાંજ માખણ – સાકર સાથે સેવન કરવાથી આંખ આવવી, આંખોમાં કચરો જામવો, આંખોની દ્રષ્ટિ નબળી થવી વગેરે રોગ દુર થઇ જાય છે.
૨૭. માખણ સાથે હળદર ભેળવીને માથામાં માલીશ કરવાથી વાળને લાભ થાય છે.
૨૮. માખણને બાળકના પેઢા ઉપર ઘસવાથી દાંત સરળતાથી નીકળી આવે છે.
૨૯. લગભગ ૧ ગ્રામનો ચોથો ભાગ યશદ (જસ્તા) રાખને માખણ, મલાઈ કે મધ સાથે સવાર અને સાંજે આપો. તે આંખમાં લગાવવાથી પેત્તિક, પિત્તથી ઉત્પન્ન થયેલો રતાંધળાપણું રોગ દુર થઇ જાય છે.
૩૦. ચીરમીના ફૂલનું ચૂર્ણ બનાવીને તેના ચૂર્ણ ને ઘી કે માખણમાં ભેળવીને છાલા ઉપર લગાવો. તેને રોજ ૨ થી ૩ વખત છાલા ઉપર લગાવવાથી છાલા જલ્દી દુર થઇ જાય છે.
૩૧. કાળા મરીનું ચૂર્ણ બનાવીને માખણમાં ભેળવી લો અને રોજ સવારે ખાવ. તેના રોજ ઉપયોગ કરવાથી હકલાવું બંધ થઇ જાય છે.
૩૨. દિવસમાં ૩ થી ૪ વખત માખણમાં ખાંડ ભેળવીને ચાટવાથી જીભને કારણે તોતડાપણું ઠીક થાય છે.
૩૩. ગાયના માખણમાં મધ ભેળવીને ચાટવાથી લોહીવાળા ઝાડા સારા થઇ જાય છે.
૩૪. પેચીશના રોગીને માખણ ચાટીને ઉપરથી છાશ (લસ્સી) પીવરાવવાથી લાભ મળે છે.
૩૫. ૭ દિવસ સુધી માખણ અને અડદના ભલ્લા ખાવાથી મોઢાનો લકવા સારા થઇ જાય છે.
૩૬. લગભગ ૧ ગ્રામનો ચોથો ભાગ માખણ કે મલાઈ સાથે ૧૦ ગ્રામ નાની સર્પગંધા સુતા સમય રોગીને આપવાથી ઊંઘ સારી આવે છે.
હંમેશા તાજું માખણ જ ઉપયોગમાં લેવું
માખણમાં થોડું પાણી અને થોડા પ્રમાણમાં કેસીનોજીન હોય છે એટલે વધુ સમય સુધી પડી રહેવાથી તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. વાસી માખણ ખારું, ચટપટુ અને ખાટું થઇ જવાથી ઉલટી, હરસ, ચામડીના રોગ, કફ પ્રકોપ, ભારે અને મોટાપો કરવા વાળા રોગ થાય છે. એટલે વાસી માખણ ખાવા લાયક નથી. બજારમાં વેચાતા ઘણા દિવસ પહેલાના માખણ જેમાં કેમિકલ ભેળવીને બગડવાથી બચાવવામાં આવે છે, તેવા માખણથી દુર રહેવું જોઈએ.