જાદુઈ હેલ્થ ટોનિક – જાંબુ

ગુજ્જુમિત્રો ભારતમાં હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. બજારમાં આજકાલ જાદુઈ હેલ્થ ટોનિક – જાંબુ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ વખતે જ્યારે તમે જાંબુ ખાઓ તો સમજી લેજો કે તમે આ સ્વાદિષ્ટ ફળની સાથેસાથે શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો બૂસ્ટર ડોઝ લઈ રહ્યાં છો. તમને આશ્ચર્ય થયું હશે કે હું શા માટે જાંબુને હેલ્થ ટોનિક કહી રહી છું? એ જાણવા માટે આ આખો લેખ વાંચો અને તેની લીંક તમારા સ્નેહીજનો સાથે શેર કરો.
જાંબુ માત્ર અત્યારે જ મળશે
શિયાળામાં મળતા સફરજન હવે બારેમાસ બજારમાં મળે છે પણ આ એક જ એવું ફળ છે જેને માત્ર વરસાદની સીઝનમાં ખાઈ શકાય છે, તેનું કોલ્ડ સ્ટોરેજ કરવામાં આવતું નથી. ચોમાસામાં પણ આ ફળ લગભગ 45 દિવસ જ મળશે. તેથી તેને ભરપૂર ખાઓ અને પરિવારને પણ ખવડાવો.
જાંબુ કરતાં પણ વધુ ઉપયોગી છે જાંબુના ઠળિયા!
@સૌપ્રથમ તો ડાયાબિટીઝના દર્દી માટે જાંબુના ઠળિયાનો પાવડર કરી સેવન કરવામાં આવે તો ફાયદો થાય છે. ઠળિયામાં રહેલું જામ્બોલીન તત્વ સ્ટાર્ચને શર્કરામાં રૂપાંતરિત થતા રોકે છે.
@જાંબુના ઠળિયાની પેસ્ટ બનાવીને દાંતે ઘસવાથી દાંત મજબૂત થાય છે.
@કીડની અને પથરીની પરેશાનીમાં જાંબુના ઠળિયાને સૂકવીને પાવડર બનાવીને સેવન કરવાથી ફાયદો થાય છે. આ પાવડરને દહીં સાથે પણ લઇ શકાય છે.
@સ્ત્રીઓને ચોખાના ઓસામણમાં જાંબુના ઠળિયાનું ચૂર્ણ નાખીને પીવાથી ફાયદો થાય છે.
@જાંબુની સીઝનમાં તેના ઠળિયા સૂકવીને પાવડર બનાવી લેવો જે બારેમાસ વાપરી શકાય છે. તેના ઠળિયાનાં પાવડરની પેસ્ટ બનાવી વાળમાં નાખવાથી વાળ કાળા, મુલાયમ અને ઘટાદાર બને છે.
સૌંદર્યમાં પણ ઉપયોગી જાંબુ
@જાંબુના સેવનથી ત્વચામાં પણ ચમક આવે છે અને મૃત ત્વચા દુર થાય છે.
@જાંબુ ખાવાના કારણે રકતસંચાર થાય છે. જેના કારણે કરચલીઓ દુર થાય છે તેમજ કાળા દાગ ધબ્બા થવાની શકયતા રહેતી નથી.
@જાંબુના પલ્પને સ્કીન પર લગાવવાથી ત્વચા કોમળ અને ચમકીલી બને છે.
@જાંબુનું સેવન વાળ માટે ખૂબ ફાયદાકારક છે. વાળ લાંબા થવામાં મદદરૂપ થાય છે તેમજ સફેદ થતા અટકે છે.

જાંબુના પાન પણ ગુણકારી
@ગળાના રોગમાં જાંબુના ઝાડની છાલને પીસીને તેનો પાવડર બનાવો અને આ પાવડરને પાણીમાં નાખી કોગળા કરો. તેનાથી ગળુ સાફ થાય છે તેમજ મોંઢાની દુર્ગંધ પણ દુર થાય છે.
@જાંબુના પાન ચાવવાથી પણ મોંઢાની દુર્ગંધ દૂર થાય છે.
@નસકોરી ફૂટે ત્યારે જાંબુના કૂણા પાનનો રસ કાઢો અને તેના બે ટીપા નાકમાં નાખો. નસકોરીમાં ઘણો ફાયદો થાય છે.
@ઝેરી જીવજંતુ કરડી ગયું હોય તો દર્દીને જાંબુના પાનનો રસ પીવડાવવો તેમજ તેના પાનની પેસ્ટ કરીને બાંધવાથી ઘા રૂઝાઇ જશે.
રોગપ્રતિકારક શક્તિનો બૂસ્ટર ડોઝ
@જાંબુ એ પોટેશિયમની ખાણ છે. જાંબુમાં પોટેશિયમની માત્રા ભરપુર હોય છે. તેથી તેનું સેવન જો નિયમિતપણે કરવામાં આવે તો હાર્ટએટેક, હાઇ બ્લડપ્રેશર, સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીથી બચી શકાય છે.
@જાંબુમાં વિવિધ પ્રકારના પોષકતત્વો હોવાને કારણે તે રોગપ્રતિકારક શક્તિમાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. વૈજ્ઞાનિક સંશોધનો પ્રમાણે તેમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ ભારે માત્રામાં હોય છે.
જાંબુના બીજા આવશ્યક લાભ
@કાચા જાંબુનો રસ કાઢીને પીવાથી પેટના રોગોમાં રાહત થાય છે.
@જાંબુમાં મીઠું અને મરી નાખીને પીવાથી હરસ મસામાં ફાયદાકારક રહે છે.
આમ, જાદુઈ હેલ્થ ટોનિક – જાંબુ અનેક રોગોમાં ઉપયોગી થાય છે. પરંતુ કોઈપણ ખોરાકનું સેવન અતિશય કરવામાં આવે છે તો તે નુકશાન કરે છે તેથી ર00 ગ્રામથી વધારે માત્રામાં જાંબુનું સેવન ન કરવું જોઇએ.
ગુજ્જુમિત્રો, આરોગ્ય સંબંધી લેખો વાંચવા માટે આ લીંક પર ક્લીક કરો.
Very nice