કોવિડ દર્દીની પ્રાથમિક સારવાર

તણાવ દૂર કરવાના ઉપાયો

કોવિડ દર્દીની પ્રાથમિક સારવાર

ગુજ્જુમિત્રો, ચારેબાજુ કોરોનાનો ભય ફેલાઈ રહ્યો છે. આજે હું આ લેખમાં તમને અમુક એવી માહિતી શેર કરી રહી છું જે તમને વધારે સાવચેતી થી તમારું ધ્યાન રાખવામાં મદદ કરશે. હું આ માહિતી માત્ર તમારી જાણકારી માટે લખી રહી છું. એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ડોક્ટરની સલાહ સર્વોપરી છે.

કોકીલાબેન ઘીરૂભાઈ અંબાણી હોસ્પિટલના સૌથી મોટા કોવિડ નિષ્ણાંત ડોક્ટરે માહિતી આપી છે કે નીચે મુજબની ચાર સારવાર સામાન્ય રીતે બધા દર્દીઓને આપવામાં આવે છે. બધી હોસ્પિટલોમાં આ સારવાર જ બધાને અપાય રહી છે માટે આ મહત્તમ લોકોને અનુસરવા અને પહોંચાડવા વિનંતી.

હોસ્પિટલમાં સારવાર

૧. વિટામિન સી માટે, અડધા લીંબુ સાથે ગરમ પાણી થોડી થોડીવાર પછી આપવામાં આવે છે.

૨. દિવસમાં ત્રણ વખત સૂંઠ, ગોળ અને ઘીની ગોળી આપવામાં આવે છે.

૩. ગરમ દૂધમાં હળદર કોરોના સામે રક્ષક તરીકે કામ કરે છે.

૪. દિવસમાં ઓછામાં ઓછું એકવાર ગરમ પાણીની વરાળનો બાફ લેવામાં આવે છે.

જો તમે આ સલાહને અનુસરશો, તો તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરશે.

ક્વોરોનટાઈન સારવાર

હોસ્પિટલમાંથી સાજા થઇને બહાર આવેલા દર્દીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ૧૦ દિવસ ક્વોરોનટાઈન દરમ્યાન તેમને નીચે મુજબની સારવાર આપવામાં આવે છે.

લીંબુ
  • સવારે 9:00 વાગ્યે 15-20 મિનિટ સુધી તડકામાં બેસવું.
  • તજ, લવિંગ, આદું, હળદર, અજમો,તુલસી ફુદીનો અને ગોળનો કાઢો ઉકાળીને બનાવવો પછી લીંબુ નાખી પીવો. (દિવસમાં 2 વખત)
  • દરરોજ 1.5 લીટર હળવું ગરમ પાણી પીવું અને ખોરાક પણ ગરમ જ ખાવો.
  • ગરમ પાણીની બાફ લેવી. (દિવસમાં 4 થી 5 વખત)
  • ગરમ લીંબુ પાણી (દિવસમાં 3 થી 4 વખત)
  • આદુ નો રસ (દિવસમાં 1 વખત)
  • ગરમ પાણી ના કોગળા (દિવસ ના 3 વાર કરવા)

કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે તે કેવી રીતે જાણવું ?

  1. ગળા માં ખંજવાળ
  2. સુકા ગળું
  3. સુકી ઉધરસ
  4. ઉચ્ચ તાપમાન- તાવ આવે
  5. શ્વાસની તકલીફ
  6. ગંધ અને સ્વાદની પરખ ન થવી
  7. સાંભળવાની ખોટ

જો આમાંના કોઈપણ લક્ષણો જોવા મળે તો, તુરંત લીંબુ સાથે વારંવાર પુષ્કળ ગરમ પાણી પીવો.

કોવિડ દર્દીની પ્રાથમિક સારવાર વિષે આ માહિતી તમારી પાસે રાખશો નહીં. તમારા બધા પરિવાર અને મિત્રોને આ પોસ્ટની લીંક મોકલો.

Read more posts here.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *