શ્રેયાએ શરણાગતિ શા માટે સ્વીકારી? – ગુજરાતી ટૂંકી વાર્તા

શરણાગતિ શા માટે સ્વીકારી

શ્રેયાએ શરણાગતિ શા માટે સ્વીકારી?

લેખક: રોહિત વણપરિયા

મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતો દીપ ભારત પ્રત્યેનાં લગાવથી નોકરી છોડીને અમેરિકાથી આવ્યો ત્યારે ખુબ ઉત્સાહમાં હતો કેમ કે યોગાનુયોગ તેની કુટુંબી બહેનનાં લગ્ન પણ ત્યારે જ હતાં. લગ્નમાં બહેનની સહેલીને ખુરશીમાં બેઠેલી જોઇ અને દીપને પ્રથમ નજરનો પ્રેમ થઇ ગયો.

અમેરિકન કલ્ચર મુજબ એણે તેને ડાન્સ માટે જોડીદાર બનવાનું આમંત્રણ આપી દીધું અને બધા જ કુટુંબીઓ ગુસ્સે ભરાયા.

મારો ઇરાદો કોઇને હર્ટ કરવાનો ન હતો એમ કહીને દીપે બધાની માફી માગી. થોડીવાર પછી દીપને એ બધાનાં ગુસ્સાનું કારણ સમજાયું. કેમ કે શ્રેયા અપંગ હતી.

પછી તો દીપે સામે ચાલીને સુલેહ કરી લીધી, અને સમયાંતરે શ્રેયા સાથે લગ્ન માટેનો પ્રસ્તાવ પણ મુક્યો.

શ્રેયાને કોઇની મહેરબાની જોઇતી ન હતી અને તેનાં માતા-પિતાએ પણ જીવનભર શ્રેયાની જવાબદારી લેવાનું સ્વીકારી લીધુ હતું. દીપની ઘણી મથામણ પછી પણ શ્રેયા તૈયાર ન થઇ.

ચાર મહિના પછી દીપે એના નવા ઘરે આવવા શ્રેયાને આમંત્રણ આપ્યું, ત્યાં જઇને શ્રેયાએ જોયુ કે ઘરનું તમામ ઇન્ટીરીયર એક અપંગ છોકરીને બધી રીતે અનુકૂળ પડે એ રીતનું હતું.

આખરે શ્રેયાએ શરણાગતિ સ્વીકારી જ લીધી. પણ તેણે શરણાગતિ શા માટે સ્વીકારી?

હાથ પગમાં ખાલી ચડવી : કારણો અને ઉપાયો

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *