ખુશ રહેવા માટે શું જરૂરી છે?
ખુશ રહેવા માટે શું જરૂરી છે?
એક અમીર ઉદ્યોગપતિ આરસના જમવાના ટેબલ પર બેઠા હતા. સામે સિલ્વર પ્લેટમાં, મીઠા વગરનું,મરચાં વગરનું,મસાલા વગરનું, ભીંડા નું શાક અને તેલ વગર ની રોટલી હતી, મીનરલ વોટર ગરમ કરેલું હતું,.
આલીશાન ઘર, દસ નોકરો નાસ્તો પીરસી રહ્યા હતા, એસી ચાલુ હતું , ઠંડી હવા આપી રહ્યો હતો.
ઇમારતોની નીચે પ્રદૂષણનો ધુમાડો વહી રહ્યો હતો. આવા વાતાવરણમાં નાસ્તો કરી રહ્યા હતા …….
બીજી બાજુ એક ખેતમજૂર ખેતરમાં ખૂબ જ ઘટાદાર ઝાડ ની નીચે બેઠો હતો. તેણે મસાલેદાર ભીંડા નું શાક, તેલવાળી રોટલી, સાથે ડુંગળી અને અને લીલાં વઘારેલા મરચાં. અને પીવા માટે વાસણમાં ઠંડુ પાણી હતું.
સામે લીલા ખેતરો, પવન લહેરાતા પાક, ઠંડી પવન, પક્ષીઓ નો કલરવ સંભળાતો હતો. અને તે આરામથી સવારનો નાસ્તો કરી રહ્યો હતો.
200 રૂપિયા કમાતો એક ખેતમજૂર 7 અબજ કરોડ રૂપિયાનો માલિક જે ખાતો હતો તે ખાતો હતો. ઉદ્યોગપતિ પચાસ વર્ષ ના હતા અને મજૂર પણ પચાસ વર્ષનો હતો. સવારના નાસ્તા પછી, ઉદ્યોગપતિ બી.પી., ડાયાબિટીઝની ગોળી લઈ રહ્યા હતા, અને ખેતમજૂર પાન ખાઈ રહ્યો હતો.
ગુજજુમિત્રો, ખુશ રહેવું આપણા હાથની વાત છે, તેના પર કોઈ ની માલિકી નથી. ખુશ રહેવા માટે શું જરૂરી છે? સંતોષ અને ખુશ રહેવાનો દૃઢ નિર્ણય. ખુશી પૈસા કે સફળતા પર આશ્રિત નથી. તેથી ખુશ રહો. ખુશ રાખો. આને તમારો જીવનમંત્ર બનાવી લો.
Also read : ખુશહાલ જીવન જીવવું અઘરું નથી!