અપનાવો આ ઘરેલુ ઉપાયો અને દૂર કરો પગના વાઢિયા

પગના વાઢિયા

અપનાવો આ ઘરેલુ ઉપાયો અને દૂર કરો પગના વાઢિયા

આપણે હંમેશા સારા દેખાવા માટે માત્ર ચહેરાને જ પ્રાધાન્ય આપીએ છીએ. પરંતુ આપણે એ ભુલી જઈએ છીએ કે, સંપૂર્ણ સુંદરતા માટે આપણા પગની વિશેષ કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. જો કે આજે અમે તમને ઘરે જ કરી શકાય એવા સરળ ઉપાય જણાવીશું જે તમારા પગમાં પડતાં ચીરા અને વાઢીયાની સમસ્યાને ઝડપથી દૂર કરશે.

📌 હળદર, તુલસી અને એલોવેરાનો સપ્રમાણમાં લઈને તેનો લેપ બનાવી ફાટેલી એડી પર લગાવો, બહુ જલદી વાઢીયા અને ચીરાની સમસ્યામાં રાહત મળશે.

📌 દોઢ ચમચી વેસેલિનમાં એક નાની ચમચી બોરિક પાઉડર નાંખીને સારી રીતે મેળવો અને વાઢિયા અને ચીરા પર સારી રીતે લગાવો. થોડા જ દિવસોમાં પગની પાની પરના ચીરા રૂઝાઈ જશે.

📌 જે સ્ત્રીઓને ઘરે કામ કરવાનું હોય છે તેમના પગમાં ખાસ કરીને વાઢીયા પડી જાય છે અને તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. તેની પાછળનું ખાસ કારણ એ છે કે કપડાં કે વાસણ કરતી વખતે તેમાં સાબુ ભરાઈ જાય છે. ત્યાર બાદ ઘરની અંદર કચરા-પોતા કરતી વખતે તેમાં ધૂળ-માટી ભરાઈ જાય છે. તો તેના માટે વિશેષ સાર-સંભાળ રાખવી જરૂરી છે.

📌 જ્યારે સ્ત્રીઓ કપડાં ધોતી હોય તે વખતે પગ પર પણ થોડોક સાબુ લગાવી દો અને તેને થોડી વાર બાદ બ્રશથી રગડીને ધોઈ લો. આ સિવાય ઘઉંનો લોટ અને દૂધમાંથી બનાવેલી પેસ્ટને પણ લગાવી શકો છો. આનાથી પગ મુલાયમ રહેશે અને વાઢીયાની સમસ્યા નહીં થાય.

Feet in warm water
પગના વાઢિયા

📌 કોઈપણ ક્રિમ કે મોઈશ્ચરાઈઝરની સાથે ટૂથપેસ્ટ મિક્ષ કરીને હળવા હાથે મસાજ કરો અને ફરક તમે જાતે અનુભવશો.

📌 પાકા કેળાને બરાબર મસળી વાઢિયા પડેલ ભાગમાં પંદર મિનિટ મસાજ કરવું અને પછી પગ ધોઇ લેવા. કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢિયા સારાં થવામાં મદદ મળે છે.

📌 લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલને એક-એક ચમચીની માત્રામાં લઈને બરાબર મિક્ષ કરીને મિશ્રણ તૈયાર કરી લો અને આ મિશ્રણથી ફાટેલી એડી પણ રોજ રાતે એકવાર માલિશ કરો અને પછી મોઝા પહેરીને સૂઈ જાઓ. આ ઉપાયથી ઘણો ફાયદો થશે.

📌 દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવી ખુબ હલાવી એકરસ કરી આ મિશ્રણને પગના વાઢીયા અને ચીરા પર લગાવવાથી ઝડપથી ફાયદો થાય છે.

📌 જો તમારા પગના ચીરા અને વાઢીયા મટતાં ન હોય તો નિયમિત રીતે ત્યાં વડનું દૂધ લગાવો, ફાયદો થશે.

📌 જો એડીઓ વધારે ફાટતી હોય તો, એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો.પછી, રૂના પૂમડાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડમાં નાખો. શરૂઆતમાં બળતરા થશે. પણ વાઢિયા અને ચીરા પડવાની સમસ્યામાં આ એક અક્સિર ઉપાય છે.

કબજિયાતથી પરેશાન છો તો વાંચો કબજિયાત નો રામબાણ ઈલાજ

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *