વિટામિન ની ગોળી જેવા નાગરવેલ ના અગણિત ફાયદા
નાગરવેલ ના અગણિત ફાયદા જાણો અને નિયમિત સેવન કરો
મિત્રો, નાગરવેલ ના ફાયદા મોં ને લગતી બધી બીમારી ને દૂર કરે છે અને ત્યાં સુધી કે કેન્સર થી પણ બચાવે છે. પેટની તકલીફો, શરદી, ઉધરસ, કફ ને પણ અકસીર રીતે દૂર કરે છે. આવો વાંચીએ તેના અગણિત ફાયદા.
વિટામિન ની ગોળી
નાગરવેલનાં પાનની અંદર ઘણા બધા રોગોને ઠીક કરવાના ગુણો અને જલદી રૂઝ અપાવવાના ગુણ રહેલા છે. એની અંદર વિટામીન સી, થાયમીન, નિયાસિન, કેરોટીન જેવા વિટામિનો છે તેમજ તે કેલ્શિયમનો એક ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. જો તમારો અવાજ બેસી ગયો હોય તો અચૂક આ પાન ખાવું જોઈએ તેનાથી અવાજ ઉઘડી જાય છે.
પેટ ને સ્વસ્થ રાખે
નાગરવેલનું પાન ખાવાથી અન્ન્માર્ગ અને હોજરીના પાચકતત્વોનો સ્ત્રાવ વધે છે અને ખુબ જ ભારે ખોરાક ખાધો હોય તો તેને પચાવવામાં મદદ કરે છે. નાગરવેલ નું પાન પાચક અને વાયુ હરનાર છે, તેથી પાન નો રસ મોઢામાં જતા જ વાયુ નીચે બેસી જાય છે અને તૃપ્તિનો ઓડકાર આવે છે અને પેટમાં શાંતિ થાય છે.
કફને દૂર કરે છે
નાગરવેલના પાનમાં રહેલું એક પ્રકારનું સુગંધી તેલ શ્વાસનળી ના સોજાને મટાડનાર છે અને કફ ને પણ મટાડે છે. નાગરવેલના પાન ને એરંડિયું તેલ ચોપડી સહેજ ગરમ કરી, નાના બાળકોની છાતીએ મુકીને શેક કરવાથી બાળક ની છાતીમાં ભરાયેલો કફ છૂટો પડી જાય છે.
કાનનો દુખાવો ગાયબ
નાગરવેલના પાકેલા પાન અને સરગવાની છાલને એકત્ર કરીને રસ કાઢીને લગાતાર ત્રણ દિવસ પીવાથી મોટા આતરડા માં ગેસ ભરાયો હોય તો તેને બહાર કાઢવામાં મદદ કરે છે. નાગરવેલના પાનના રસ માં મધ ભેળવીને ચાટવાથી અપાનવાયુ છૂટ થઇ નાના બાળકોનો આફરો તથા અપચો તરત જ મટી જાય છે. નાગરવેલના પાન ના સહેજ ગરમ રસના ટીપા કાન માં નાખવાથી ઠંડીને કારણે કાન માં થતો દુખાવો મટી જાય છે. કાળી નાગરવેલના મૂળ અથવા પાન નો રસ પીવાથી ઝેરી ઝંતુઓનું ચડેલું ઝેર ઉતરી જાય છે.
નાગરવેલના પાન, ભાંગરા તથા તુલસીનો રસ અને બકરીનું દૂધ મિક્સ કરીને આખા શરીરે લગાડવાથી અને પછી સ્નાન કરવાથી શરીરે પારો ફૂટી નીકળ્યો હોય તો તે મટે છે.
પ્રસૂતા સ્ત્રી માટે ઉપયોગી
પ્રસુતા સ્ત્રીને ક્યારેક ધાવણ નો વેગ ચડી જતા કોઈ વાર સ્તન નો સોજો આવે છે અને પીડા થાય છે તો તેના પર નાગરવેલ નું પાન ગરમ કરી બાંધવાથી એકઠું થયેલું ધાવણ છુટું પડી જાય છે અને સોજો ઉતરી જાય છે. નાગરવેલનાં પાન નાં મુળિયા બઝારમાં વહેચાય છે જે તીખા, સ્વરશોધક અને કફ ને ઉખેડીને શરીર માંથી બહાર કાઢનાર છે.
મોં ની અંદર કીટાણુ ને મારે છે
નાગરવેલ ના બે થી ત્રણ પાન ખાઈ જવાથી શરદી, સળેખમ, અને શરદીથી થયેલી ઉધરસ મટી જાય છે. નાગરવેલ નું પાન સ્વચ્છ, રૂચી ઉપજાવનાર, ગરમ, મોઢાની દુર્ગંધ, મળ, વાયુ અને શ્રમ મટાડનાર છે. જમ્યા પછી નાગરવેલ નું પાન ખાવું સારું માનવામાં આવે છે. જમ્યા પછી મોઢામાં ચીકાશ પેદા થઇ હોય, અનાજ ના કણો દાંત માં ભરાઈ રહ્યા હોય કે દાંત ના મૂળ માં કીટાણું હોય તો પાન ખાવાથી તે નાશ પામે છે અને મોઢું ચોખ્ખું થઇ સુગંધિત બને છે.
મોં ની દુર્ગંધ દૂર થાય છે
નાગરવેલના પાનથી શ્વાસ સ્વચ્છ અને મુખ ચોખ્ખું થાય છે. તેનું કારણ પાનમાં રહેલ મંદ ચેપવિરોધી ઘટક છે. વળી પાનમાંના રસાયણો લોહીમાં સીધે સીધા મુખ શ્લેષ્મિકા મારફતે ભળે છે. નાગરવેલના પાનમાં એવા તત્વો હોય છે, જે બેક્ટેરિયાના પ્રભાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે. જે લોકોને મોઢાની દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે.
ત્રણ દોષ દૂર કરે છે
નાગરવેલના પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ સંબંધીત બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. પાન બનાવતી વખતે તેમાં ચૂનો-કાથો બન્ને લગાવાય છે. ઉપરાંત એલચી, ધાણાદાળ, વરિયાળી, સોપારી, લવિંગ વગેરે નખાય છે. ચૂનો વાત્ત અને કફ મટાડે છે જયારે કાથો કફ અને પિત્ત મટાડે છે. તેથી પાન સાથે ચૂનો અને કાથો ભળતા તે વાત્ત-પિત્ત-કફ ત્રણેય મટાડવાનો ગુણ ધરાવે છે.
નાગરવેલ ના પાનના ફાયદા
નાગરવેલના પાન માં ચૂનો નડે નહિ એટલે કાથો ભેળવવામાં આવે છે. ચૂનો લોહીમાં એમને એમ ભળી શકતો નથી પણ પાન માં રહેલ કાથા સાથે એકરસ થઈને જલ્દી પચી જાય છે. તેનાથી દાંત ને ફાયદો થાય છે અને પાચક રસોને ઉત્તેજન મળે છે. અને તે મનને પ્રફુલ્લિત કરે છે.
મોઢાનું કેન્સર થી બચી શકાય
નાગરવેલના પાનને ચાવવાથી મોઢાના કેન્સરથી બચી શકાય છે. તેના પાંદડામાં રહેલા એબ્સકોર્બીક એસીડ અને બીજા ઓક્સીડેંટ મોઢામાં જળવાઈ રહેવાથી નુકશાનકારક કેન્સર ફેલાવવા વાળા તત્વો નો નાશ કરે છે. નાગરવેલના પાનનો આમ તો માઉથ ફ્રેશનરની જેમ ઉપયોગ કરવામાં આવે છે.
ચાંદા માં રાહત
નાગરવેલના પાનના એવા અનેક યૌગિક હોય છે જે શ્વાસની દુર્ગંધને ખતમ કરે છે. આ ઉપરાંત પાનમાં લવિંગ, વરિયાળી, ઈલાયચી જેવા વિવિધ મસાલા મળવાથી આ એક સારુ માઉથ ફ્રેશનર પણ બની જાય છે. નાગરવેલ ના પાનમાં કાથો લગવી દિવસમા બે થી ત્રણ વાર ખાવાથી ચાંદામા રાહત થાય છે.
By : Niramay Jagat Gujarat
Also read : પગ ના તળિયા બળવા ના કારણો અને બળતરાના ઘરેલુ ઉપચાર