બંધ નાક ખોલવાના ઉપાય અજમાવો અને બાળકને સૂવામાં મદદ કરો

બંધ નાક ખોલવાના ઉપાય અજમાવો અને બાળકને સૂવામાં મદદ કરો
નાના બાળકો ખૂબ કોમળ હોય છે. તેમણે સંક્રમણ થવાનો ડર મોટા લોકોથી વધારે રહે છે. થોડીક ગરમી કે ઠંડી થવાના કારણે બાળકોને શરદી કે નાક બંધ થઇ જવાની સમસ્યા જલદી થઇ જાય છે. એવામાં તે રાત્રે આરામથી સૂઇ પણ શકતા નથી. કારણકે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. નાના બાળકની આ હાલત જોઇને બાળકના માતા પિતા ચિંતામાં આવી જાય છે. એવામા કેટલાક ઉપાયોથી બાળકને રાહત આપી શકાય છે. જેનાથી તે જલદી જ સારા થઇ જાય છે અને તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત થશે.
મધ અને લીંબુ
મધ નાના બાળકો માટે ખૂબ ફાયદાકારક હોય છે. એક વર્ષથી ઓછી ઉંમરનું બાળક છે તો તેના માટે તમે 2 લીંબુના રસને કઢાઇમાં ઉમેરીને તેમા થોડૂક આદૂ ઉમેરી લો. તે પછી તેમા પાણી ઉમેરી લો જેમા દરેક વસ્તુ સહેલાઇથી ડૂબી જાય. તેને ઢાંકીને મૂકી દો અને 10 મિનિટ રાખો. તે પછી તેને ગાળીને રાખો. તેમા મધ મિક્સ કરીને બાળકને દિવસમાં 2-3 વખત ચટાડવું જોઇએ.

હળદર
હળદર ખૂબ સારી કુદરતી એન્ટીસેપ્ટિક છે. રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે તે ખૂબ ફાયદાકારક છે. બાળકોને દૂધમાં થોડીક હળદર મિક્સ કરીને પીવડાવો. બાળક માતાનું દૂધ પી રહ્યું છે તો માતાએ હળદર વાળું દૂધ પીવું જોઇએ.
મીઠાનું પાણી
નાક બંધ થવાના કારણે બાળક યોગ્ય રીતે શ્વાસ લઇ શકતું નથી. પાણીમાં થોડૂક મીઠું ઉમેરીને બાળકેને પીવડાવી શકો છો. આમ કરવાથી કફ સહેલાઇથી બહાર નીકળી જશે અને બાળક સહેલાઇથી શ્વાસ લઇ શકશે.